હાલમાં ભારતના બધા યુવાનો વિદેશ જવા માટે ગાંડા થઈ રહ્યાં છે, બધાને વિદેશ જ જવું છે કોઈને દેશમાં રહીને કામ નથી કરવું. આ વિદેશ જવાનાં ઘેલાચામાં તો લોકો પાગલ બની ગયા છે. ગુજરાત સુરતના નાના વરાછામાં રહેતાં યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં આપઘાત કરી લીધો.
અમેરિકાના કેલિફોર્નિયામાં જવાની ઈચ્છા હતી
મળતી માહિતી અનુસાર, નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલી ગિરનાર સોસાયટી ખાતે મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના 21 વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપની ઈચ્છા અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનતા હતાશ થઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું. દીપે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કર્યું હતું. જો કે દિલીપકુમારને એડમિશન મળ્યું ન હતું. અંતે નિરાશ થઈ ગયો હતો.
ઘરે એકલતાનો લાભ લઈને છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની સાડી બાંધી ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. દિપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું. ત્યાર બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેનું એક વર્ષ પૂર્ણ થયું હતું.
ત્યાર બાદ બીજા વર્ષ માટે દિપકુમારે ત્રણ મહિના પહેલા અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં એડમીશન માટે એપ્લાય કર્યું હતુ. પરંતુ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં થાય તેવા દિપકુમારને ડર હતો જેના કારણે તે માનસીક તણાવમાં હતો.
સરથાણામાં થોડા દિવસ પહેલાં જ એક આવવી ઘટના બની હતી
સરથાણામાં ITના વિદ્યાર્થીએ ઘર નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાંથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. અમરેલીના ખાંભાનો વતની અને સરથાણા બ્લૂસિટી બિલ્ડીંગમાં રહેતા અરવિંદભાઈ હિરપરા મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…