ફૂલ જેવી બે દીકરીઓ સાથે પિતાએ પણ કરી લીધો આપઘાત- કારણ જાણી આંખો માંથી આંસુ નહિ બંધ થાય

195
Published on: 5:42 pm, Fri, 17 September 21

ગાંધીનગર (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ કલોલ (Kalol) તાલુકામાં આવેલ પલસાણા (Palsana) ના યુવકે 2 દીકરીઓ સાથે રામનગરની કેનાલમાં ઝંપલાવીને આપઘાત (Suicide) કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પત્નીનો મોતનો આઘાત સહન ન થતા યુવકે ગુરૂવારની બપોરે 2 દીકરીઓ સાથે મળીને કેનાલમાં ઝપલાવી દીધું હતું.

પલસાણામાં આવેલ પ્રજાપતિ વાસમાં રહેતાં ભાવેશ એમ પ્રજાપતિ નામના યુવકની પત્ની મનિષાએ એક મહિના અગાઉ જ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. આધારભૂત સુત્રો પાસેથી મળી રહેલ જાણકારી પ્રમાણે યુવકે આપઘાત કરતા પહેલાં સુસાઈડ નોટ લખી છે જેમાં તેણે લખ્યું છે કે,‘ મનિષા વિના હું જીવી શકતો ન હતો તેમજ દરરોજ મરી રહ્યો હતો, એટલે મે આ પગલું ભર્યુ છે.

મારી છોકરીઓને મારી સાથે લઈ જાવ છું. કારણ કે, એમની જીંદગી મમ્મી વિના કેવી રીતે જાય તેમજ કોઈની પર મારી દીકરીઓ બોજ ન બને. ઘરના માનસિક તણાવ ભરેલા વાતાવરણને લીધે અમારે બંનેને અલગ રહેતું હતું પરંતુ તથા રહેવા ન દેવાયા એટલે મનિષાએ આ પગલું ભર્યું અને મે પણ ભર્યું હતું.’

અહીં નોંધનીય છે કે, 35 વર્ષની ભાવેશ પ્રજાપતિ સવારનાં 11 વાગ્યાનાં સુમારે પોતાની 5 તથા 3 વર્ષની બંને દીકરીઓને લઈને નીકળ્યો હતો. ઓનલાઈન અભ્યાસ અર્થે ઝેરોક્ષ કરાવવાનું જણાવીને નીકળેલ યુવકે રામનગરની કેનાલમાં જઈને ઝપલાવી દીધું હતું. જેનાં અંગે જાણ કરતાં દોડી આવેલ પોલીસે ત્રણેયના મૃતદેહોને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દીકરીઓને નામે અનાથ આશ્રમમાં દાન કરજો:
યુવકે સુસાઈડ નોટમાં તેના પીએફની રકમ, શેર વેચીને જે પૈસા આવે તે દીકરીઓના નામે અનાથ આશ્રમમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરીને પોતાના ભાગમાં આવતી જમીન, મકાન, ગાડી પણ અનાથઆશ્રમમાં દાન કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

જયારે પત્ની પ્રતાપપુરામાંથી જે સામાન લાવી હતી તે વસ્તુઓ ફીક્સ ડિપોઝિટના પૈસા તેના પિયરમાં આપી દેવા જણાવ્યું છે. યુવકે સાસુ-સસરાને સંબોધીને બધુ પોતાની બંને દીકરીના નામે દાન કરવા લખ્યું છે. આમ, સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

‘અમારા ત્રણેયના અંતિમ સંસ્કાર સાથે કરવા’:
યુવકે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‌‘અમારા ત્રણેયના અંતિમ સંસ્કાર સાથે કરવા ગયા હતા. મને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું તેમજ મારી છોકરીને મારી પાસે આવતા રોકાતી હતી. મારા વડીલોને વિનંતી છે કે, હવે જે થયું તે હવે મારી માતા-પિતાને કોઈ કઈ કહેતાં નહીં તેમજ ગુનેગાર ન માનતા અને મારા ભાઈને પણ.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…