બળદને ટ્રેકટર સાથે બાંધી ચાર લોકોએ પાર કરી હેવાનિયતની તમામ હદ- વિડીયો જોઇને રૂંવાડા ઉભા થઈ જશે

Published on: 10:33 am, Wed, 18 August 21

આજકાલ સોસિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક વિડીયોને જોઈ તમારો પણ મગજનો બાટલો ફાટી જતો હશે ત્યારે હાલમાં પણ આવો જ એક એક વિડીયો સિખર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં એક બળદ ઘાસની શોધમાં એક ખેતરમાં જાય છે ત્યારે ત્યાંના લોકો બળદને પકડીને પોતાના ટ્રેક્ટર સાથે બાંધી દે છે.

બળદને લાકડીથી જીકામ જિક બોલાવે છે ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા પર પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. આની ઉપરાંત પોલીસનું જણાવવું છે કે, એકસાથે કુલ 4 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આની સાથે જ તેનું ટ્રેક્ટર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બળદને ટ્રેક્ટર સાથે બાંધીને બળદ પર લાકડીનો વરસાદ કરે છે. આની ઉપરાંત તેઓ ટ્રેકટરને આગળ પાછળ ખસેડીને બળદને ખસેડવામાં આવે છે. બળદ પોતાની જાતને છોડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જયારે આ પ્રયત્ન નિષ્ફળ બને છે. પોલીસને આ સમગ્ર જાણકારી આજે મળી હતી તેમજ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ વિડીયો 15 ઓગસ્ટનો છે. બળદ ભૂખ્યો હોવાથી ખોરાક માટે ખેતરમાં આવી હોય તો અને ખેતરમાં બાળકને પકડીને 4 લોકોએ તેની સાથે આ કૃત્ય આચર્યું હતું.