દિવસેને દિવસે સમગ્ર દેશમાં ગુનાખોરીમાં સતત વધારો થતો જઈ રહ્યો ત્યારે જાણે ગુનેગારોને મોકળું મેદાન મળ્યું હોય એવું જણાઈ રહ્યું છે. એમાં પણ ખાસ છોકરીઓના બળાત્કાર હોય અથવા તો છેડતી આ મામલામાં ખૂબ વધારો થયો છે. લોકોને હવે પોલીસનો ભય રહ્યો નથી. કેટલાક ખરા કેસ તો સમાજ શરમને કારણે સામે આવતા નથી.
ઉત્તર પ્રદેશ જૌનપુરમાં એક કિશોરીએ છેડતીના ત્રાસથી મોત વહાલું કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે તેમના ગામનો યુવાન રૂસ્તમ અલી નામના યુવકના ત્રાસથી મોત વહાલું કર્યુ હતુ. યુવતીએ 5 લીટીની આપઘાત નોટ બનાવી હતી કે, જેમાં આ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ બાબતે પોલીસ દ્વારા આગળનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતી તેમજ વ્યવસાયે મીઠાઈની દુકાન ચલાવનાર ગરીબ પરિવારની દિકરીએ આપઘાત કરતા આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે. કમરૂદીનપુર નામના ગામની દિકરી જ્યોતિ ગુપ્તાની ઉંમર માત્ર 15 વર્ષ છે કે, જેને બુધવારે ઘરમાં પંખા પર સાડીથી ફંદો બાંધીને આપઘાત કરી મોતને વહાલું કર્યું છે.
વધારે સમય થતા સામે ન આવતા માતા કિરણબેને દરવાજો ખોલતા બુમ પાડી દીધી હતી. ત્યાં તો ગામલોકો એકત્ર થઈ ગયા હતા. પરિવાર આવતાની સાથે જ તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જ્યાં તપાસ કરતા એક સુસ્યાઈટ નોટ પણ મળી આવી હતી કે, જેમાં ગામનો યુવાન મોત પાછળ જવાબદાર હોય તેને પપ્પા સજા અપાવજો તેમ લખ્યું હતું.
આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી કે, જેમાં આ સુસ્યાઈટ નોટ પણ મળી આવી હતી જે સુપરત કરીને કડક કાર્યવાહીની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે સુરેરી પોસેસ સ્ટેશને મામલો આવતા કડક કાર્યવાહી કરવા તેમજ ગુનેગારને સજા કરવાની તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…