USAમાં લાખોની નોકરી છોડી વતન પાછુ આવવું પડ્યું- હાલમાં સુજ્બુજથી ખેતી દ્વારા કરી રહ્યા છે કરોડોની કમાણી

Published on: 10:29 am, Wed, 18 August 21

આજે મોર્ડન જમાનાના યુવાનો મોજશોખ પુરા કરવા દેશવિદેશ જાય છે, ત્યારે આવા યુવાનો સાથે ઘણા યુવાનો એવા પણ છે, કે જેમણે ખેતી પસંદ કરી પોતાના જ વતનમાં રહીને લાખો કરોડોની કમાણી કરી રહ્યા છે. આજે એવા જ એક યુવાનની વાત કરવાની છે, જેમણે ૧૬ વર્ષ સુધી અમેરિકામાં નોકરી કરી હતી. ફક્ત નોકરી જ નહિ પરંતુ સાથે સાથે લાખોની પણ કમાણી કરતા હતા. પરંતુ અમુક કારણોસર આ યુવાનને વતન પાછું આવવું પડ્યું હતું અને અહિયાં આવીને પોતાની સુજ્બુજથી આજે લાખો નહિ પરંતુ કરોડોની કમાણી કરી રહ્યા છે.

આજકાલના યુવાનો ભણી ગણીને વિદેશમાં સેટલ થવા માંગે છે. કારણ કે, વિદેશોમાં કમાણી સારી થતી હોય છે. એવા લોકો બહુ ઓછા હોય છે કે, જે વિદેશની નોકરીઓ છોડીને વતન પાછા આવી જતા હોય છે. સમીર સિંહે પણ કઈ આવું જ કર્યું. જાણવા મળ્યું છે કે, તે મેરઠના રહેવાસી છે અને તે છેલ્લા 16 વર્ષથી અમેરિકા અને યુરોપમાં કોમ્પ્યુટર એન્જીનીરની નોકરી કરી રહ્યા હતા. ત્યાં તેમને લાખો રૂપિયાનો પગાર પણ મળતો હતો.

સમીરનું જીવન સારું ચાલતું હતું અચાનક થયું એવું કે, સમીરને પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાના વતન પાછું આવવું પડ્યું. આ દરમિયાન, તેમને કઈ સમજાતું ન હતું કે હવે શું કરવું? તો તેમણે જોયું કે જે ખેડૂતોની શાકભાજી સીઝન પહેલા જ બજારમાં આવી જાય તો તેમને તેનો સારો ભાવ મળે છે. ઉપરાંત જો બધાનો પાક સાથે પાકે તો ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળતા નથી.

જેથી સમીરે નક્કી કર્યું કે હવે હું ખેતી કરીશ. ત્યારે તેમણે ગ્રીન હાઉસમાં શાકભાજી વાવવાનું શરુ કર્યું. પહેલા એક બે વર્ષ તો તેમને નુકશાન ગયું પણ તેમને પોતાની ભૂલોને સુધારી અને તેમને ખેતીની ટેકનિકો પણ સુધારી અને આજે સમીર જે ખેતી કરે છે તેમાં તે અન્ય ખેડૂતો કરતા પણ સારા રૂપિયા કમાય છે. જાણવા મળ્યું છે કે, આજે તે વર્ષે 1 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આજે તે વર્ષના 365 દિવસ કાકડી પકવે છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.