દર વર્ષે મકરસંક્રાતી નજીક આવતા જ અનેક મોતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલમાં જ એક દંપતી સાથે આવી ઘટના બનતા યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લીધે પરિવારમાં શોકમગ્ન વાતાવરણ ફેલાય ગયું હતું. જાણવા મળ્યું છે કે, આ યુવકના તો હજુ લગ્ન થયા હતા ત્યાં અચનાક મુત્યુ થઇ ગયું હતું.
પતંગના દોરાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આ યુવાન બાઇક પર સાસરે જઇ રહ્યો હતો. કટકના ભૈરીપુર વિસ્તારનો યુવક જયંત સામલ તેની પત્ની સાથે બાઇક પર તેના સાસરે જઈ રહ્યો હતો. આ દરમિયાન, જ રસ્તામાં આ દુઃખદ ઘટના બની. મળતી માહિતી મુજબ, જયંત જ્યારે પીરબજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે અચાનક પતંગની દોરીમાં ફસાઈ ગયો.
જેથી કારણે તેનું ગળું કપાઈ ગયું અને તરત જ લોહીનો પ્રવાહ વહેવા લાગ્યો. જયંત અને તેની પત્ની બાઇક પરથી પડી ગયા હતા. ત્યારબાદ રાહદારીઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જયંતે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. આ ઘટના બાદ જયંતના પરિવાર દ્વારા જગતપુર પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધિત માંઝા અને તેના ઉપયોગના વેચાણકર્તા વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે.
જણાવી દઈએ કે, ઓડિશા હાઈકોર્ટે કાચના કોટેડ માંઝાના કારણે સમાન મૃત્યુની કેટલીક ઘટનાઓ નોંધાયા બાદ તેની આસપાસના વિસ્તારમાં માંઝાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખરેખર આ તહેવાર દર વર્ષે અનેક પરિવારના મુત્યુ થાય છે અને અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે તેમજ પક્ષીઓ અનેક ઘાયલ થાય છે. આ ઉતરાયણમાં આવા કાચથી બનાવેલ દોરાઓથી પતંગ ન ચગાવી જોઈએ અને જાહેર રોડ રસ્તામાં તો ક્યારેય ન ચગાવી જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…