કરિયાણાનો વેપાર છોડી આ ગુજરાતીએ પશુપાલનમાં અજમાવ્યો હાથ – હાલમાં કોઠાસૂઝથી કરે છે લાખોની ચોખ્ખી કમાણી

25
Published on: 3:10 pm, Thu, 24 November 22

અનેક લોકો પોતાની નોકરી છોડીને પશુપાલનના વ્યવસાય તરફ વળી રહ્યા છે. તે દરમિયાન, ઘણા લોકો એક વીઘો જમીનમાં પણ પશુપાલનનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ બીજા કોઈએ નહીં પરંતુ લક્ષ્મણભાઈ ચૌધરીએ સાબિત કર્યું છે. 23 વર્ષ સુધી કરિયાણાનો વેપાર કરનાર યુવાને વેપાર છોડી 10 જેટલી ગાયોના પશુપાલન દ્રારા વર્ષે રૂ.9.67 લાખનું દૂધ વેચે છે. પુનાસણ ગામના લક્ષ્મણભાઈ જોઈતારામ ચૌધરી માત્ર 9 ધોરણ ભણેલા છે.

તેમને જણાવ્યું હતું કે, 1994માં તેમને કરિયાણાની દુકાન શરૂ કરી હતી પરંતુ ઉધારના ધંધાથી વધુ આવક ન દેખાતાં તેમને 2017માં કરિયાણાનો ધંધો તેમના ભાઈને સોંપીને તેમણે પશુપાલનનો વ્યવસાય શરુ કર્યું હતો. રૂ.5 લાખનું રોકાણ કરી રાજસ્થાનથી પંજાબી બ્રિડની 9 એચએફ અને 1 દેશી કાંકરેજ ગાય લાવી તેમને તબેલો શરૂ કર્યો હતો. તેમને દોઢ વીઘા જમીનમાંથી અડધા વીઘા જમીનમાં તબેલો બનાવ્યો હતો. અને એક વીઘા જમીનમાં તેમને બુલેટઘાસ ઉગાવ્યું હતું. ઘાસનો બગાડ થાય નહીં તે માટે ઘાસકટર, ગાયો દોહવા મિલ્કિંગ મશીન પણ વિકસાવ્યું હતું. આજે તેઓ વાર્ષિક 9.67 લાખ રૂપિયાનું દૂધ મંડળીમાં ભરે છે.

વધુમે લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહેસાણા તાલુકામાં એચએફ ગાય સરેરાશ 5 થી 6 લિટર દૂધ આપે છે. તેને કારણે પશુપાલનની પડતર ઉંચી થવાને કારણે તેમને નજીવો નફો મળતો હતો. જેને કારણે મેં પંજાબી બ્રિડની સારી ઓલાદની ગાયો ખરીદીને જે દૈનિક 20 લિટર દૂધ આપે છે. જેને લીધે દૂધની આવકમાંથી 50 ટકા નફો વધી ગયો છે. વાર્ષિક 8.64 લાખનું દૂધ, ડેરી દ્વારા 30 ટકા પ્રમાણે 1.03 લાખનો નફો અને છાણિયા ખાતરમાંથી રૂ.42 હજારની આવક મળીને કુલ 10.09 લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક મેળવે છે. તેમાં 50 ટકા માર્જીન ગણીએ તો 5 લાખ રૂપિયાની આવક થાય છે.

દૂધ મંડળીના મંત્રી સગરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, લક્ષ્મણભાઈએ સારી ઓલાદનાં પશુ અને ટેકનોલોજી અપનાવતાં ઓછી જમીનમાં પણ બે પાંદડે થયા છે. એક વીઘા જમીનમાં પણ પશુપાલનથી સારો નફો મળી શકે છે. તેનાથી પ્રેરણા મેળવીને ગામના અન્ય ત્રણેક યુવાનોએ પણ તબેલા શરૂ કર્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…