ઉત્કૃષ્ટ કળાત્મકનો અદ્ભુત નમુનો છે ગુજરાતનું જગવિખ્યાત શામળાજી મંદિર- જાણો રસપ્રદ ઇતિહાસ

143
Published on: 4:22 pm, Tue, 19 October 21

આજે અને આવતીકાલે એટલે કે, 19-20 ઓક્ટોબર એમ સતત બે દિવસ શુભ મુહુર્ત હોવાથી આ બન્ને દિવસ શરદ પુનમનું ઉજવણી થશે ત્યારે આજે શરદ પૂનમની રાતે શ્રીકૃષ્ણએ મહારાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં જણાવ્યા મુજબ આ યૌગિક ક્રિયાથી જ પ્રકૃતિમાં પોઝિટિવ ઊર્જા ફેલાતી હોય છે.

આ પર્વમાં વ્રજના શ્રીકૃષ્ણ મંદિર સાથે જ ગુજરાતના મંદિરોમાં પણ શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ભગવાન કૃષ્ણના અનેક મંદિર છે જયારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ શામળાજી મંદિર ખૂબ જ સુંદર છે. આ મંદિર ઉત્કૃષ્ટ તેમજ કળાત્મક સુંદરતા માટે ખુબ જાણીતું બન્યું છે.

અંદાજે 500 વર્ષ અગાઉ આ મંદિરનું પુનનર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર અંદાજે 320 ફૂટ ઊંચું છે. શામળાજીનું આ મંદિર ગુજરાતના પ્રમુખ વિષ્ણુ ધામ પૈકીનું એક છે. આ પવિત્ર સ્થળ મેશવો નદીના શ્યામ સરોવર સાથે અરવલ્લી પર્વત શ્રૃંખલા ઉપર આવેલ છે.

આપને જણાવી દઈએ કે. ગર્ભગૃહમાં કાળા પથ્થરમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અહીં ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પણ પ્રતિમા સ્થાપિત કરાઈ છે. અહીં ભગવાન કૃષ્ણની પૂજા ગોવાળિયા સ્વરૂપમાં કરવામાં આવે છે. આની સાથોસાથ જ અહીં ગાયની પ્રતિમાની પણ પૂજા કરવામાં આવે છે.

આ મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌપ્રથમ સભા મંડપ, અંતરાતળ તથા ગર્ભ ગૃહ. મંદિર સફેદ પથ્થરથી બનાવાયું છે. આ બે માળના મંદિરમાં સ્તંભ બનાવાયેલ છે. જેના પર સુંદર કલાકૃતિ કરવામાં આવી છે. તેની સુંદર ગુંબજવાળી છત તેમજ મુખ્ય મંદિર ઉપર પારંપરિક ઉત્તર ભારતીય શિખર, તેના ખુલ્લા ફળિયાની ભવ્યતામાં વધારો કરે છે.

શામળાજી ભારતમાં વિષ્ણુ ભગવાનના 154 સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળો પૈકીનું એક છે. દર વર્ષ અહીં કારતક માસમાં મેળાનું આયોજન કરાતું હોય છે. એવી માન્યતા રહેલી છે કે, આ મંદિર 11મી સદીમાં બનાવાયું હતું. અહીં છત ઉપર સુંદર કલાકૃતિ કરવામાં આવી છે તેમજ રામાયણ અને મહાભારતના પ્રસંગોને બહારની દિવાલો ઉપર કોતરવામાં આવ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…