એશો આરામની જિંદગી છોડી આ ડોક્ટર દંપતીએ જંગલી પશુઓ માટે કર્યું એવું કાર્ય કે, જાણીને છાતી ગજગજ ફૂલી ઉઠશે

198
Published on: 11:16 am, Sat, 16 October 21

હાલમાં એક ખુબ જ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. ડૉક્ટરીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેટલાક લોકો ખુબ મોટી હોસ્પિટલમાં નોકરી કરે છે. પોતાનું ક્લિનિક ખોલે છે અથવા તો નર્સિંગ હોમ ચલાવે છે. સેવાની સાથોસાથ પૈસા પણ કમાઈ રહ્યા છે. આજે અમે આપને જે ડૉક્ટર દંપતિ અંગે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ કે, જેમણે આ તમામથી તદ્દન વિપરીત કામ કર્યું છે. ડૉક્ટરનો અભ્યાસ પૂરો કર્યા બાદ ગામમાં પરત ફરીને માનવતાની સેવા કરતા દંપતીની વાત કરવા જઈ રહ્યા છીએ.

કોણ ચલાવે છે પશુઓનું અનાથાલય:
જરા વિચાર કરો કે, તમારી સામે અચાનક કોઈ ચિત્તો આવી જાય, કોઈ રીંછ, ઝરખ અથવા તો અન્ય કોઈ ખૂંખાર પ્રાણી આવી જાય તો તમારી શું હાલત થાય? તમારા તો હાંજા ગગડી જાય ને પણ આ બધા નામ તમે વાંચ્યા તેમની સાથે રાત દિવસ પસાર કરે છે એક દંપતિ.

આ દંપતિનું નામ ડૉ. પ્રકાશ આમટે તથા ડૉ.મંદાકિની આમટે છે. તેઓ ચિત્તો હોય અથવા તો પછી ઝરખ વગેરેને ગળે લગાવે છે. તેમના ભયાનક દાંત તથા જબડાં પર આમટે પરિવાર પ્રેમથી હાથ ફેરવે છે. જો કે, આ પશુઓ ક્યારેય તેમના પર હુમલો કરતાં નથી. ડૉ.આમટે મહારાષ્ટ્રના મહાન સમાજસેવી બાબા આમટેના દીકરા છે.

કેવી રીતે આવ્યો પશુ-પક્ષીઓનું અનાથાલય બનાવવાનો વિચાર:
ડૉ.પ્રકાશ મહાન સમાજસેવકના દીકરા છે. તેઓ નાનપણથી તેમના લોહીમાં સમાજસેવાની ભાવના રહી છે. હેમલક્સાની એક ઘટનાએ તેમને પશુઓનું અનાથાલય ખોલવા માટે પ્રેરિત કર્યા હતા. એકવાર તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જોયું હતું કે, કેટલાંક લોકો વાંદરાઓને ખરાબ રીતે બાંધીને લઈ જઈ રહ્યા હતા.

પશુઓ સાથે આવું વર્તન તેઓની સાથે વર્ષોથી થતું હતું, પશુઓનો શિકાર કરવામાં આવી રહ્યો હતો. ડૉ.પ્રકાશ આમટે લોકોને જણાવે છે કે, જો તેઓ પશુઓનો શિકાર કરવા, મારવાને બદલે તેમને સોંપી દેશે તો આખી ઉંમર ગામમાં રહીને તે લોકોની સેવા કરશે.

આ રીતે બની ગયા અનાથ પશુઓના માતા-પિતા:
ગામલોકોએ આમટે દંપતિની વાત માની લીધી હતી. અગાઉથી મારવામાં આવેલ પશુઓના બાળકોને દત્તક લઈ લીધા તેમજ આ મુજબ ડૉ.પ્રકાશ તથા ડૉ.મંદાકિની અનાથ પશુઓના માતા-પિતા બની ગયા હતા. જંગલી પશુઓના બાળકો માટે પોતાના ઘરમાં તેમણે અનાથાલય બનાવ્યું હતું.

આ અનાથાલયમાં હાલમાં રીંછ, ચિત્તા, હરણ, મગરમચ્છ સહિત 90થી વધુ પશુઓ છે. જેમાં મોર પણ સામેલ છે તેમજ ઝેરીલા સાપ પણ છે. ડૉ. આમટેની ફેમિલીની સાથે તમામ પશુઓ પણ પરિવારની જેમ જ રહે છે. બધા જ ખૂંખાર પશુઓ આમટે દંપતિને જ પોતાના પાલનહાર છે.

આદિવાસીઓને આપે છે નિ:શુલ્ક શિક્ષણ અને ચિકિત્સા:
આમટે દંપતિ જ્યાં રહે ત્યાંથી 150 કિમી દૂર નક્સલવાદથી પ્રભાવિત વિસ્તાર છે કે, જ્યાં ગાઢ જંગલની વચ્ચે રહીને તે આદિવાસીઓને શિક્ષણ તથા ચિકિત્સા આપે છે. પિતા બાબા આમટેએ અહીં લોક બિરાદરી પ્રકલ્પની સ્થાપના કરી હતી તેમજ સ્થાનિક આદિવાસીઓના વિકાસ, ચિકિત્સા માટે કામ કરી રહ્યા હતા.

તેમના નિધન બાદ ડૉ.પ્રકાશ, તેમના પત્ની મંદાકિની તેમજ બંને દીકરા અનિકેત-દિગંત અહીંની જવાબદારી સંભાળે છે. અહીં આદિવાસીઓને નિ:શુલ્ક શિક્ષણ તથા મેડિકલ સારવાર અપાય છે. અહીં ભણેલા કેટલાક વિદ્યાર્થી સરકારી અધિકારી તેમજ પોલીસ કર્મચારી છે.

મેગ્સેસ અવોર્ડ મળ્યો, બની ચૂકી છે ફિલ્મ:
મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા બાદ ડૉક્ટર પ્રકાશ આમટે તેમજ તેમની પત્ની ડૉ.મંદાકિની આમટે એશો-આરામની જિંદગી પસાર કરી શકતા હતા પણ એમણે આદિવાસીઓના ઉત્થાન માટે કામ કર્યું. આદિવાસીઓના ઉત્થાન માટે તેમને મેગ્સેસે અવોર્ડ મળી ચૂક્યો છે.

આની સિવાય મધર ટેરેસા અવોર્ડ તેમજ પદ્મશ્રીથી પણ સન્માનિત થઈ ચૂકયા છે. વર્ષ 2014માં ડૉ.પ્રકાશ આમટે પર મરાઠી ભાષામાં ફિલ્મ બની હતી. જેનું નામ ડૉ.પ્રકાશ આમટે: THE REAL HERO હતું. આ ફિલ્મમાં ડૉ.પ્રકાશ આમટેનો રોલ પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરે ભજવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…