સોમનાથ મહાદેવ મંદિરનાં રક્ષણ માટે પોતાના જીવ આપી દેનાર વિર હમીરજી ગોહિલનો અદ્ભુત ઇતિહાસ

425
Published on: 1:50 pm, Wed, 6 October 21

આપણા દેશમાં કેટલાક એવા વીરપુરૂષો થઇ ગય છે કે, જેમણે શુરવીરતાથી યુધ્ધ લડયુ તેમજ શહીદ થઈ ગયા. આ યુધ્ધ કાં’તો દેવસ્થાનનુ રક્ષણ, કાં તો ગાયું નું રક્ષણ, કોઈ અબળા નારીનું રક્ષણ, કાં’તો કોઇ ધર્મનુ રક્ષણ, કાં’તો પછી ગુલામીમાંથી પ્રજાને આઝાદી અપાવવા માટે થતા હોય છે.

આવા જ એક શુરવીર અરઠીલાના હમીરજી ગોહિલ હતા. અરઠીલા એ ગુજરાતમાં આવેલ અમરેલી જિલ્લામાં આવ્યું છે. આ પ્રદેશ ગોહીલવાડ તરીકે પણ ખુબ પ્રચલિત હતો. અરઠીલાના ભીમજી ગોહિલને ત્યા 3 રાજકુંવરનો જન્મ થયો હતો કે, જે દુદાજી, અરજણજી તથા હમીરજી હતા.

સોમનાથ પર ઝફરખાનનો હુમલો:
આ સમયમાં દિલ્હીના તખ્ત પર મંહમદ તઘલખ બીજો શાસન કરી રહ્યો હતો. જુનાગઢમાં સમસુદીનને હાર મળતા ગુજરાતનો સુબો ઝફરખાનને સોપી દેવાયો હતો. ઝફરખાન મુળ રાજસ્થાનનો હતો પણ તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની બેઠયો હતો. હિંદુ ધર્મનો કટ્ટર શત્રુ હોવાથી તેણે રસુલખાન નામના વ્યકિતને થાણેદાર નિમ્યો હતો.

કોઇપણ દેવસ્થાનમાં ભારે સંખ્યામાં હિંદુઓ એકત્ર ન થવા દેવા એવા નિયમો બનાવ્યા હતા. આ સમયે શિવરાત્રીનો ઉત્સવ હોવાથી આ પાવન પર્વ ઉજવવા એકત્ર થતા તમામ લોકોને રસુલખાન તથા તેના સાથીઓ મારઝુડ કરતા હતા કે,જેથી લોકોના ટોળાએ ઉશ્કેરાઇને રસુલખાન તેના સાથીઓના તેમજ તેના કુંટુબ ને મારી નાખ્યા હતા.

આ ઘટનાના સમાચાર મળતા જ ઝફરખાન લાલ-પીળો થઇ ગયો હોવાથી સમગ્ર કાઠિયાવાડનો વિનાશ કરવાની તેના મનમા જ્વાળા સળગી રહી હતી. આ સમયે કેટલીક બાબતો પર યુધ્ધ ચાલી રહ્યા હતા ત્યારે ઝફરખાન કાઠિયાવાડ પર આક્રમણ કરવા માટે સંપુર્ણ સજજ હતો.

સોમનાથના દેવસ્થાનનુ રક્ષણ કરવાનુ પ્રણ :
સોમનાથ પર હુમલો થાય તે પહેલા ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને શોધી કાઢીને અરઠીલા પાછો લાવવા મોકલ્ય્પ હતો. આ ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો મેળાપ થતા આ ગઢવી હમીરજીને અરજણજી ના વિરહ વિશે જણાવે છે.

આ બધુ સાંભળીને હમીરજી ની આંખોમાંથી અશ્રુ છલકી ઊઠે છે તેમજ પોતાના સાથીદારો સાથે ગઢવી પાછા આવે છે. હમીરજી ગઢાળી પધારે છે. સમગ્ર ગોહિલવાડ મા આનંદનો માહોલ ફરી વળે છે. અરઠીલાથી દુદાજી તથા તેમના પત્ની અને ધામેલથી કાકા વરસંગદેવજી આવે છે.

અરજણજી એક જ હાજર ન હતા કારણ કે, તે જુનાગઢમાં હતા. દુદાજી તેમજ તેમના પત્નીને અરઠીલા તેડી આવે છે તેમજ હમીરજી થોડા દિવસ પોતાના મોટાભાઇ તેમજ ભાભી ને ત્યા પસાર કરે છે. ઝફરખાન સોમનાથ પર આક્રમણ કરવાનો છે એ વાત ની હમીરજી ને જાણ ન હતી.

બને છે એવુ કે એક દિવસ હમીરજી તેના મિત્રો સાથે વનમાં વિચરણ કરીને ઘેર પાછા ફરે છે ત્યારે ભુખને લીધે જમવાની ઉતાવળ કરે છે ત્યારે તેમના ભાભી જણાવે છે કે, હાલમાં આટલી જમવા ની ઉતાવળ શા કારણે કરો છો ? સોમનાથ ના યુધ્ધે જવુ છે ? આ સાંભળી હમીરજી કહે છે, કેમ ભાભી ? સોમનાથ પર કોઇ સંકટ છે ?

આ સમયે તેમના ભાભી સમગ્ર ઘટના વિશે જણાવે છે. આ બધી તો વાતો સાંભળીને હમીરજી કહે છે , શુ કહો છો , શું કોઇ રાજપુત નથી કે, જે સોમનાથ ના રક્ષણ માટે મરવા નીકળી પડે ? શું રાજપુત ની ખુમારી મરી ગઇ છે? વિવાહ ના બીજા જ દિવસે હમીરજીએ ફરી સોમનાથ નો માર્ગ પકડયો.

હવે તેમની સાથે ભીલો પણ જોડાયા હતા. આની ઉપરાંત કેટલીક જગ્યાએથી રાજપુત, કાઠી, આયર, મેર, ભરવાડ એમ તમામ જ્ઞાતિનાં લોકો સોમનાથના રક્ષણ માટેના આ યુધ્ધમાં જોડાઈ ગયા હતા. હમીરજી વેગડાજી તથા અન્ય શુરવીરો સોમનાથના પ્રાંગણમાં ઝફરખાન તથા તેના સૈન્ય ની રાહ જોઇ રહ્યા હતા.

આ બાજુ ઝફરખાનને સમાચાર મળ્યા કે, કોઇ માથા ફરેલા લોકો સોમનાથનાં રક્ષણ માટે અહી પડાવ નાખીને બેઠા છે. જેવો ઝફરખાન સોમનાથ પર આક્રમણ માટે આવ્યો ત્યારે ભીલો વુક્ષોમાં છુપાઇને તેમના પર બાણવર્ષા શરૂ કરી દે છે. આની ઉપરાંત તોપના ધડાકાઓ દ્વારા સૈન્ય ને ઢેર કરાયુ હતું. આ બધા થી ઝફરખાન ક્રોધે ચડે છે તેમજ પોતાના સક્ષમ હાથીના સૈન્ય ને આગળ મોકલે છે. આ તાલીમ થી ભરપુર હાથી પોતાની સુંઢ વડે વેગડાજી ને મારી નાખે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…