ભગુડામાં સાક્ષાત બિરાજમાન છે મા મોગલ- જાણો ચમત્કારોથી ભરેલો ઈતિહાસ

277
Published on: 11:08 am, Tue, 7 September 21

ભારત દેશ અનેકવિધ ધર્મ તેમજ સંસ્કૃતિનો દેશ છે. સમગ્ર દેશમાં કરોડો દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. જેમા પણ ખાસ કરીને આ દેશ શક્તિનો દેશ છે કે, જે દેશનું નામ જ ભારત માતા છે. જ્યાં અનેકવિધ દેવી માતા સાક્ષાત બિરાજમાન છે. આવું જ એક શક્તિની આરાધનાનું કેંન્દ્ર રાજ્યના ભાવનગર જીલ્લામાં મહુવા તાલુકામાં આવેલ ભગુડા ગામ છે.

આ ગામમાં મોગલ માતા બિરાજમાન છે કે, જ્યાં આજની તારીખમાં માતાના પરચા અપરંપાર છે કે, જ્યાં હાલની તારીખમાં માતાજીના મંદિરને ક્યારેય પણ તાળું મારવામાં આવતું નથી. આ મંદિર છે ત્યાં તમે દર્શન કરવા માટે જાઓ એટલે તમને શ્રદ્ધા ભાવનાનો અનુભવ થાય છે. મોગલ માતાનો ઈતિહાસ જુનો છે.

આજથી અંદાજે આ 450 વર્ષ પ્રાચીન ઈતિહાસ આ મોગલ ધામનો છે. જ્યાં આ મંદિર દ્વાર પર જ લખેલું છે, ભાગુડા ગામ એજ માંગલ ધામ. ભાવનગરની પાવન ધરા પર માતાજીના બેસણાની કથાઓ અદ્ભુત છે. આ ભગુડા ધામ ભાવનગરથી 80 કિમી, મહુવાથી 25 કિમી, તળાજાથી 15 કિમી, ગોપનાથથી 30 કિમીના અંતરે આવેલું છે.

એવું કહેવામાં આવે છે કે, મોગલ માતાનો જન્મ ચારણ કુળમાં દ્વારકા તથા બેટ દ્વારકાની વચ્ચે આવેલ ભીમરાળા ગામમાં 2000 વર્ષ પૂર્વે થયો હતો. ત્યારબાદમાં માં મોગલ ચારણ કુળમાં કુળદેવીચારણ કુળમાં કુળદેવી તરીકે પૂજાયા તેમજ માતાજીના ગુજરાતમાં ચાર ધામો બન્યા હતા કે,જેમાં દ્વારકા, ગોરીયાળી- બગસરા, રાણેસર-બાવળા અને ભગુડા છે.

આ ચાર ધામમાંથી આજના સમયે ભગુડા માતાના શ્રદ્ધા કેન્દ્ર તરીકે ખુબ જ પ્રખ્યાત બન્યું છે. એવું કહેવામાં આવે છે કે, સતયુગમાં જન્મેલા ભૃગુ ઋષિના નામ પરથી ભગુડા નામ પડ્યું છે. ભગુડાને નળરાજાની તપોભૂમિ માનવામાં આવે છે. આ ગામમાં હાલની તારીખમાં પુરાતન ગુફાઓ આવેલ છે કે, જે ગામ પ્રાચીન હોવાની સાબિતી આપે છે.

માતાજીના ઇતિહાસની વાત કરીએ તો ભીમરાણા મોગલ માતાના પિતા દેવસુર ધાંધણીયા તેમજ માતા રાણબાઈમાના ઘરે માતા મોગલનો જન્મ થયો હતો. એવું કહેવામાં આવે છે કે, માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા ન હતા, જેને લીધે બધા લોકો માતાજી મૂંગા છે એમ માનતા હતા પણ આ વાતની જાણ કોઈને ન હતી કે માતાજીમાં અપાર શક્તિઓ રહેલી છે.

માતાજીના લગ્ન 40 વર્ષની ઉમરમાં જુનાગઢના ભેસાણ તાલુકામાં આવેલ ગોરવીયાળી રામમાં થયો હતો. આ સમાજમાં અન્ય સમાજના રીવાજ હોવાની જેમ ફઈના દીકરાની સાથે દીકરીના લગન થાય એ રીતે માતાજીના લગન થયા હતા. માતાજીના લગન અખાત્રીજના શુભ મુહુર્તે થયા હતા, માતાજીની જાન ગાડા તેમજ ઘોડામાં આવી હતી.

આની સાથે જ દાનમાં કુલ 15 ગાયો અને ભેંસો આપવામાં આવીને સાસરે વળાવ્યા હતા. માન્યતા પ્રમાણે ઈસ 1300ની આસપાસ તળાજા વિસ્તારમાં દુકાળ પડ્યો હોવાથી પંથકનાં આહીર માલધારીઓ પોતાના પરિવારની સાથે દુકાળ ગાળવા માટે ગીર વિસ્તારમાં જાય છે.

આ વિસ્તારમાં ચારણના કુળદેવી આઈ મોગલ માનું સ્થાપન હતું. કામળીયા પરિવારનાં માતાએ માતાજીની અનેરી સેવા કરી હોવાથી વર્ષ સારું થતાના એંધાણ મળતા જયારે આ માલધારી પોતાના વતન બાજુ વાટ પકડી રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે તએમ કહી માતાજી આઈ શ્રી મોગલમાં ને કાપડામાં આપ્યા હતા.

આ આહીર પરિવાર કામળીયા પરીવાર હતો. જેના ભગુડા પોતાના વતનમાં પાછા ફરીને માતાજીનું સ્થાપન કર્યું હતું. ત્યારથી માં મોગલ ભગુડા ગામમાં બિરાજમાન છે તેમજ ત્યારથી તે ચારણ કુળના માતાજીને આહીર પરિવારના 60 પરિવારો પૂજે છે. જ્યારે ગુજરાતના અન્ય સમાજના લોકો માતાજીને ખુબ જ શ્રદ્ધાભાવથી પૂજે છે.

માતાજીને જો શ્રદ્ધાભાવથી પૂજવામાં આવે તો તમામ મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. આજની તારીખમાં માતાજીને દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તજનો આવી પહોંચે છે. આની સાથે જ માતાજીના દર્શનનો લ્હાવો લે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…