બજરંગદાસ બાપા અને બગદાણા ધામનો રસપ્રદ ઈતિહાસ- વાંચો અને બીજાને પણ વંચાવો

Published on: 5:01 pm, Sat, 14 August 21

હાલમાં અમે એક ધર્મિક જાણકારી લઈને આવ્યા છીએ. બગદાણાથી લઈને છેક વિદેશની ધરતી સુધી જેમના સેવાના કાર્યો તથા પરચાઓની વાતો થાય છે એવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ ખુબ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે, સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપવામાં આવ્યું છે.

બગદાણા ધામમાં ગમે જેટલા ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષો સુધી હાલમાં પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. એવું કહેવામાં આવે છે કે, બાપાની ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા જેથી બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા.

બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી લેવાથી મોંઘીઘાટ દવા કરતા પણ વધુ અસરકારક નીવડે છે તેમજ તેથી ગમે તેવી બીમારી પણ દુર થઈ જાય છે.  બજરંગ દાસ બાપાનાં ઇતિહાસની જો વાત કરીએ તો બાપાનો જન્મ ભાવનગર પાસે આવેલ અધેવાડા ગામમાં થયો હતો.

ગામમાં આવેલ ઝાંઝરીયા હમુમાંનજી મંદિરમાં થયો હતો. બાપાના જન્મ સમયનો ઈતિહાસ ખુબ અદ્ભુત છે. વર્ષ 1906માં ગામમાં હીરદાસજી તથા શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. માતા શિવ કુંવરબા જ્યારે પોતાના પિયર જઈ રહ્યા હતા ત્યારે તેઓ બળદગાડામાં બેસીને જતા હતા પણ માર્ગમાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલ છે.

બાપાએ ફક્ત 2 ધોરણ સુધિનો અભ્યાસ કર્યો હતો તેમજ 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો હતો તેમજ સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. બાપાએ પોતાના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી સૌ એમને બાપા સીતારામ તરીકે જાણીએ છીએ. 

જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા હતા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વનો અનુભવ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા માટે ગયા હતા ત્યારે ગુરુ ભક્તીરામને ઓળખી ગયા તેમજ જણાવ્યું હતું કે, ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ.

ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

ભ્રમણ કર્યા પછી છેલ્લે તેઓ બગદાણા આવીને સ્થાયી થયા હતા તેમજ ત્યાં બાપાએ આશ્રમ સ્થાપ્યો હતો. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ.