પોતાનો જીવ જોખમમાં મૂકી આ મહિલાઓએ ડેમમાં ડૂબી રહેલા યુવકને બચાવ્યો- જુઓ LIVE વિડીયો

Published on: 12:17 pm, Thu, 30 September 21

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે લોકોના જનજીવન પર ઘણી અસર પડી છે. ખાસ કરીને ગુજરાતના સેંકડો ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ મેઘરાજા વિદાય લેવા નું નામ જ નથી લઈ. એક સમય એવો હતો કે જ્યારે રાજ્યના મોટાભાગના ડેમો ખાલીખમ હતા પરંતુ હાલની પરિસ્થિતિ માં આવનારા એક વર્ષ નું પાણી પણ અત્યારે જ જમા થઈ ગયું છે એટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર માઠી અસર પડી છે. હાલ આવો જ એક જુનાગઢ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક યુવક ડેમમાં ડૂબી રહ્યો છે અને ત્રણથી ચાર મહિલાઓ તેનો જીવ બચાવી રહી છે. ડેમમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા જોતામાં દસથી બાર લોકોની ભીડ થઈ જાય છે.

યુવક ડેમમાં કેવી રીતે પડ્યો તેની કોઈ માહિતી તો મળી નથી પરંતુ યુવકને ડે માં ડૂબતો જોઈ મહિલાઓએ જે મળ્યું તેનાથી જીવ બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. થોડી મિનિટોની મહા મહેનતે યુવકને સહી-સલામત બે માંથી બહાર કાઢ્યો હતો અને આ નવયુવાન નો જીવ બચાવી લીધો હતો. ખરેખર આ મહિલાઓની બહાદુરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને ઈમરજન્સી થયેલા રેસ્ક્યુના લોકો વખાણ કરી રહ્યા છે.

જુનાગઢ ની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે ચિતકા ના ચોકમાં સરકારી કન્યા શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી હતી. જ્યારે દીવાલ ધરાશાયી થઈ હતી ત્યારે વાહન વ્યવહાર પણ શરૂ થતો પરંતુ નસીબે તે સમયે રિક્ષાચાલક અકસ્માતનો ભોગ બનતા પહેલા જ સાવચેતી ને કારણે બચી ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…