મજુરી કરી પરિવારનું ભરણ-પોષણ કરતી મહિલા રાતોરાત બની 100 કરોડની માલકીન- જુઓ કેવી રીતે?

Published on: 6:23 pm, Tue, 11 October 22

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મજૂર તરીકે કામ કરીને આજે 100 કરોડની માલિક બની છે. આ મહિલાનું નામ સંજુ દેવી છે. જેમનું નસીબ અચાનક બદલાઈ ગયું અને તે 100 કરોડની સંપત્તિની માલિક બની ગઈ છે. જાણવા મળ્યું છે કે, સંજુ દેવીના પરિવારમાં બે બાળકો છે. તેમના પતિનું 13 વર્ષ પહેલા મોત નીપજ્યું હતું. તે મજૂરી અને ખેતી કરીને પોતાના પરિવારની સંભાળ રાખે છે. બીજી બાજુ, એક દિવસ આવકવેરા અધિકારીઓ સંજુ દેવીના ઘરે આવ્યા અને સંજુ દેવીને કહ્યું કે, તે 100 કરોડની સંપત્તિની માલિક છે.

જણાવી દઈએ કે, આ કેસ રાજસ્થાનનો છે. એક દિવસ અચાનક ઇન્કમ ટેક્સના અધિકારીઓ રાજસ્થાનના સીકર જિલ્લાના નીમ તાલુકાના થાણા તાલુકાના દીપવાસ ગામની રહેવાસી સંજુ દેવીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંજુ દેવીને કહ્યું કે, જયપુર-દિલ્હી હાઇવે પર તેમની 64 વિઘા જમીન છે. જેની કિંમત 100 કરોડ છે. આ સમાચાર સાંભળીને સંજુ દેવી અને તેમના બાળકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આવકવેરા અધિકારીઓએ સંજુ દેવીને પૂછ્યું કે, શું તેમણે આ જમીન ખરીદી છે. સંજુ દેવીએ જણાવ્યું કે, તેમની પાસે તેના વિશે કોઈ માહિતી નથી. સંજુ દેવીએ આવકવેરા અધિકારીઓને જણાવ્યું હતું કે, વર્ષ 2006માં તેને જયપુરના આમેર ખાતે લઈ જવામાં આવી હતી અને એક જગ્યાએ તેમનો અંગૂઠો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને ખબર ન હતી કે આ અંગૂઠો શેના માટે કરવવામાં આવ્યો છે.

સંજુ દેવીના જણાવ્યા અનુસાર, પતિના મૃત્યુ બાદ દર મહિને તેમના ઘરે 5 હજાર રૂપિયા આવતા હતા. પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી આ નાણાં આવવાનું પણ બંધ થઈ ગયા છે. સંજુ દેવીએ અધિકારીઓને જણાવ્યું કે, આજ સુધી અમને ખબર નથી કે આ નાણાં કોણ મોકલે છે. આવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે, દિલ્હી-મુંબઈના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દિલ્હી હાઈવે પર જમીન ખરીદી રહ્યા છે.

આ જમીન આદિવાસીઓના નકલી નામે ખરીદવામાં આવી રહી છે. તેઓ તેમના લોકોના નામે સહી કરેલા પાવર ઓફ એટર્ની મેળવે છે. આ ફરિયાદ મળ્યા બાદ જ્યારે આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે , જયપુર-દિલ્હી હાઇવે પર 100 કરોડથી વધુ કિંમતની 64 વિઘા જમીન રાજસ્થાનના સીકર જિલ્લાના દીપવાસ ગામના રહેવાસી સંજુ દેવી મીનાના નામે છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, સંજુ દેવી 5 ગામોમાં 64 વિઘા જમીનની માલિક છે. પરંતુ, તેમણે આ જમીન ખરીદી નથી. જેથી, આવકવેરા વિભાગ આ જમીનને પોતાના કબજામાં લઈ રહ્યું છે. સંજુ દેવીના જણાવ્યા અનુસાર, તેના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતા હતા. તો એવું પણ બની શકે કે, કેટલાક ઉદ્યોગપતિના કહેવા પર તેમણે સંજુ દેવીના નામે જમીન ખરીદી હોય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…