અમેરિકાથી જરૂરી લેટર ન આવતા મહિલાએ માની મોગલ માં ની માનતા, માતા એ એવો પરચો બતાવ્યો કે… દોડી આવ્યા મોગલધામ

64
Published on: 6:18 pm, Wed, 23 November 22

અઢારેય વરણના તારણહાર માં મોગલની જય! દેશ હોય કે પરદેશ, સવારે બોલે ને રાત ન પડવા દે એ મોગલ માત હમેશા પોતાના ભક્તોના દુઃખો દુર કરવા હાજર રહે છે. વ્યક્તિ જે ધારે તે કરી શકે છે, પરંતુ અથાગ મહેનત કરવા છતાં પણ જો તે વસ્તુ શક્ય ન બને આખરે મોગલ માં નો દ્વાર ખખડાવવો જ પડે. આજે આપણી પાસે એવા કેટલાય ઉદાહરણ છે કે જેમાં માં મોગલે પોતાના સાક્ષાત પરચા પૂર્યા હોય. તેમના તમામ ચમત્કાર લોકમુખે ચર્ચાનો વિષય બને છે.

આજે મોગલ માં ના પરચાની એક નવી ગાથા તમને જણાવીએ. માત્ર દેશ જ નહિ, પરંતુ વિદેશોમાં પણ પરચા દેખાડનાર માં મોગલનો આ પરચો અવિશ્વાસ્નીય છે. અમેરિકાથી લેટર ન્હોતો આવતો તે માટે એક મહિલા એ માનતા માની હતી. ઘણા સમયથી આ કામ અટકેલું હતું. આખરે મોગલ માં ના આશીર્વાદથી આ માનતા પૂરી થઇ. અમેરિકાથી આ લેટર આવી ગયો અને આ મહિલા તરત જ માનતા પૂરી કરવા માટે મોગલધામ આવી પહોચી હતી.

મોગલધામ પહોચીને તેણે માં મોગલના દર્શન કર્યા અને કબરાઉ મોગલધામમાં બિરાજમાન મણીધર બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. માનતા પૂરી કરતા આ મહિલા એ મણીધર બાપુને ૧૧,૦૦૧ રૂપિયા આપ્યા. મણીધર બાપુ એ કહ્યું કે, આ શેની માનતા હતી? ત્યારે તેણે જણાવ્યું કે મારી બેનને અમેરિકાથી લેટર ન્હોતો આવતો જેથી માનતા માની હતી. માં મોગલના આશીર્વાદથી તે લેટર આવી ગયો છે. ત્યારે મણીધર બાપુ એ સાથે આવેલી તેની દીકરીને બોલાવી અને ૧૧,૦૦૧ રૂપિયામાં ૧ રૂપિયો ઉમેરીને તેને આપ્યા.

આ મહિલા એ બીજી માનતા પૂરી કરતા ફરી મણીધર બાપુને ૧,૧૦૧ રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેમાં પણ ૧ રૂપિયો ઉમેર્યો અને તે રૂપિયા મહિલાને પરત આપ્યા. સાથે જ કહ્યું કે, માં મોગલ તો તમારા બધાની ભક્તિ થી પ્રસન્ન છે. આ લે, આ રૂપિયા તું રાખ અને સમજ કે માં મોગલે તારી માનતા ૫ ગણી સ્વીકારી લીધી છે. સાથે જ સામાજિક સંદેશો આપતા કહ્યું કે, ક્યારેય કોઈ પણ જગ્યા એ અંધશ્રદ્ધા રાખીને રૂપિયા ન આપવા. આઈ તો આપવા વાળી છે. એ થોડી પોતાના ભકતોનું લેવા બેઠી છે. માં મોગલ પ્રત્યે વિશ્વાસ હોય તો માનતા પૂરી થાય, બાકી કઈ ના થાય.