રાતોરાત બની અબજપતિ આ મહિલા, ATMમાંથી મહિલાએ ઉપાડયા 1400 રૂપિયા અને અકાઉન્ટમાં આવ્યા 7417 કરોડ

Published on: 1:06 pm, Fri, 25 June 21

જુલિયા યોન્કોવસ્કી નામની એક મહિલા એક લોકલ બેંકમાં પૈસા ઉપાડવા ગઈ ત્યારે તેને જાણ થઈ તેના ખાતામાં કરોડો રૂપિયા પડ્યા છે.અકાઉન્ટમાં કરોડો રૂપિયા હોવા છતાં તેને પૈસાને ટચ ન કર્યા તેને કહ્યું કે, હું આ પૈસાનું કઈ નહીં કરું.

લાર્ગોમાં ગયા શનિવારે જુલિયા યોન્કોવસ્કી નામની એક મહિલા એક લોકલ બેંકમાં પૈસા ઉપાડવા ગઈ, ત્યાં તેને પોતાનું અકાઉન્ટ બેલેન્સ ચેક કર્યું તો તે ચોંકી ગઈ.

ATMમાંથી બેંક રસીદ આવે છે તે પ્રમાણે, જુલિયા યોન્કોવસ્કીના અકાઉન્ટમાં $999,985,855.94 અમેરિકન ડોલર એટલે કે 7417 કરોડ કરતાં વધારે રૂપિયા આવ્યા હતા. આ જાણીને તેને ખુબજ આશ્ચર્ય થયું. આખરે તેના અકાઉન્ટમાં આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા. તેણે કહ્યું, હે ભગવાન, હું આ જોઈને ગભરાઈ ગઈ છું. મને લાગે છે કે ઘણા લોકો એમ વિચારી રહ્યા હશે કે મને લોટરી લાગી ગઈ છે.પણ એ વાત સાચી નથી તેને કહ્યું મને પણ નથી ખબર આ પૈસા આવ્યા ક્યાંથી.

બેંક દ્વારા તપાસ કરી જણાવવામાં આવ્યું કે ન્યુઝ વેબસાઈટ WFLAને બેંક અધિકારીએ જાણકારી માં જુલિયાના બેંક અકાઉન્ટમાં બેલેન્સ પહેલાથી જ નેગેટિવમાં હતું. તેમણે એમ પણ માહિતી આપી હતી કે જો કોઈ પણ બેંક ખાતામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય ત્યારે આ પ્રકારની સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કારણ ને લીધે તે ૨૦ ડોલર ઉપાડવા માંગતી હતી પણ તે રકમ પણ ઉપાડી શકતી ન હતી.કેમ કે તેના ATM માં ખામીઓં આવી હતી.