આપણા રોજીંદા જીવન દરમિયાન અનેક ચોંકાવનારી ઘટના કે કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં અનેક કિસ્સાઓ એવા હોય છે જે આપણે ન ક્યારેય સાંભળ્યા હોય કે ન ક્યારેય જોયા હોય. ત્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા સૌ કોઈના હોંશ ઉડી જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને લીધે ડોક્ટર અને નર્સ પણ ચોંકી ઉઠ્યા છે. ચાલો જાણીએ શું છે આ હેરાન કરનારો કિસ્સો…
ભાગલપુર જીલ્લાના જવાહરલાલ નહેરુ ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલમાં એક સ્ત્રીએ ભુરીયા બાળકને જન્મ આપ્યો છે. જે બાળક એકદમ વિદેશી લાગી રહ્યો છે. આ બાળકના માતાનું નામ પ્રેમિલા દેવી અને પિતાનું નામ રાકેશ યાદવ છે. જાણવા મળ્યું છે કે સગર્ભાવસ્થા દરમિયાન દુ:ખાવો થતા 6 સપ્ટેમ્બરના રોજ મુંગેર સદર હોસ્પિટલમાં પ્રેમિલા દેવીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ પ્રેમિલા દેવીને ત્યાંથી જવાહરલાલ નહેરુ ચિકિત્સા મહાવિદ્યાલયમાં લઇ જવામાં આવી હતી.
ડોકટરોનું કહેવું છે કે, પ્રેમિલા દેવીના શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ફક્ત 6 ગ્રામ જેટલી હોવાના કારણે પ્રેમિલા દેવીને ખુબ જ દુ:ખાવો થઇ રહ્યો હતો. જેના કારણે ડોક્ટરોએ સિઝેરિયન કરીને બાળકને જન્મ આપ્યો હતો. તેમજ આ અંગે બાળરોગ વિશેષજ્ઞ ડો. મનોજ કુમારનું કહેવું છે કે એલ્બિનોની ઉણપના કારણે બાળક ભૂરું જાન્મી શકે છે.
તેમજ ડોકટરોનું કહેવું છે કે આવી સ્કિનવાળા બાળકો વધારે માત્રામાં ગરમી સહન કરી શકતા નથી તેમજ તે લોકોને સ્કિન કેન્સર પણ થઇ શકે છે. આ ઘટના ફક્ત બધા લોકો માટે નહિ પરંતુ ડોક્ટર અને નર્સ માટે પણ ચોકાવનારી ઘટના છે તેમજ કહેવામાં આવે છે કે આવું બાળક હજારોમાં એક જ પેદા થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…