‘સેલ્ફીની મજા બની મોતની સજા’ બેલેન્સ ગુમાવતા મહિલા કેટલાય ફૂટ નીચે ખાબકી

256
Published on: 3:39 pm, Mon, 6 September 21

ઘણીવાર તમે કેટલાક લોકોને સેલ્ફી લેતા જોયા હશે તેમજ તેમનો સેલ્ફી લેવાનો ક્રેઝ હાલમાં દિવસેને દિવસે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે લોકો કેટલી હદે સેલ્ફી લેતા હોય છે કે, ઘણીવાર તેઓ પોતાનાં જીવને જોખમમાં મૂકી સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા હોય છે.

જયારે ઘણીવાર એવા અકસ્માતનો શિકાર બનતા હોય છે કે, પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. આવા જ એક અકસ્માતના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે કે, જેમાં એક મહિલા સેલ્ફી લેતી વખતે એટલી મગ્ન બની ગઈ હતી કે, તે ડેમમાં પડી ગઈ હતી તેમજ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો.

ભોપાલ પાસેનાં હલાલી ડેમની મુલાકાત લેવા માટે આવેલ ડોક્ટર માટે અકસ્માતે આજીવન દુ:ખ આપ્યું હતું. તેની પત્ની ડેમ નજીક સેલ્ફી લઈ રહી હતી. આ દરમિયાન સંતુલન ખોરવાઈ જતા 12 ફૂટ નીચે પાણીમાં પડી ગઈ હતી. ભોપાલમાં આવેલ કોલારમાં રહેતા ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા તેમજ પત્ની હિમાની મિશ્રાની સાથે ભોપાલથી 40 કિમી દૂર હલાલી ડેમની મુલાકાત લેવા ગયા હતા.

રવિવારે રજા હોવાને લીધે ભોપાલથી કેટલાક લોકો અહીં મુલાકાત લેવા માટે આવતા હોય છે. ડો. ઉત્કર્ષ પણ તેની પત્નીની સાથે અહીં આવ્યા હતા. તે મોબાઇલમાં તેના મેસેજ ચેક કરી રહ્યો હતો ત્યારે પત્નીએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું  ત્યારે તેને ખબર ન પડી તો તેનું સંતુલન ખોરવાઇ ગયું હતું.

તે પાણીમાં વહી ગઈ હતી તેમજ જોતજોતામાં જ પતિની આંખો સામે પત્ની ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના પછી રાહત ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઓપરેશન રાતોરાત ચાલ્યું પરંતુ લાશનો પત્તો લાગ્યો ન હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…