અહીં છે બે ભાગમાં વિભાજિત શિવલિંગ, બન્ને વચ્ચેનું અંતર આપમેળે વધતું-ઘટતું રહે છે- જાણો એની વિશેષતા

Published on: 11:28 am, Mon, 23 August 21

હાલમાં એક ખુબ રોચક જાણકારી સામે આવી છે. દેશમાં આવેલ હિમાચલ પ્રદેશને ‘દેવભૂમિ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેટલાક પ્રાચીન તથા મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. કાંગડા જિલ્લામાં એક અનોખું શિવલિંગ આવેલું છે. અહીં આવેલ કાઠગઢ મહાદેવ મંદિરમાં શિવલિંગ અર્ધનારીશ્વર રૂપમાં છે. આની સાથે જ શિવ-પાર્વતી સ્વરૂપમાં વિભાજિત અહીં શિવલિંગના બંને ભાગની વચ્ચે આપમેળે અંતર સતત વધતું-ઘટતું રહે છે.

ગ્રહો-નક્ષત્રો પ્રમાણે અંતર વધતું-ઘટતું રહે છેઃ
આ મંદિરને સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે, જ્યાં શિવલિંગ 2 ભાગમાં વિભાજિત થયું છે. માતા પાર્વતી તથા ભગવાન શિવના 2 સ્વરૂપમાં વિભાજિત શિવલિંગમાં ગ્રહો-નક્ષત્રોના પરિવર્તન મુજબ તેમના બંને ભાગની વચ્ચે અંતર સતત વધતું-ઘટતું રહે છે. ગરમીમાં આ સ્વરૂપ 2 ભાગમાં વિભાજિત થઇ જાય છે તથા શિયાળામાં ફરીથી એક રૂપ ધારણ કરી લે છે.

સિકંદરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું:
ઐતિહાસિક માન્યતા મુજબ કાઠગઢ મહાદેવ મંદિરનું નિર્માણ સૌપ્રથમ સિકંદરે કરાવ્યું હતું. આ શિવલિંગથી પ્રભાવિત થઇને સિકંદરે શિખર ઉપર મંદિર બનાવવા માટે અહીંની જમીનને સમતલ કરાવીને અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું.

અર્ધનારીશ્વર શિવલિંગનું સ્વરૂપ:
અહીં 2 ભાગમાં વિભાજિત શિવલિંગનું અંતર ગ્રહ-નક્ષત્ર મુજબ સતત ઘટતું-વધતું રહે છે તેમજ શિવરાત્રિએ શિવલિંગના 2 ભાગ મળી જાય છે. અહીં શિવલિંગ કાળા-વાદળી રંગના છે. શિવ સ્વરૂપમાં પૂજાતાં શિવલિંગની ઊંચા અંદાજે 7-8 ફૂટ છે તથા પાર્વતી રૂપમાં પૂજાતાં શિવલિંગની ઊંચાઈ 5-6 ફૂટ છે.

શિવરાત્રિએ ખાસ મેળાનું આયોજન થાય છે:
શિવરાત્રિના તહેવાર પર દર વર્ષે અહીં 3 દિવસ મેળા યોજાય છે. શિવ અને શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપના સંગમના દર્શન કરવા માટે અહીં અનેક ભક્ત આવે છે. આ સિવાય શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.

મંદિર સુધી કેવી રીતે પહોંચવું:
પંજાબ, હરિયાણા તથા દેશના બીજા રાજ્યોથી બસમાં સફર કરીને મંદિર સુધી પહોંચતા ભક્તોએ પઠાણકોટ-જાલંધર રાષ્ટ્રીય રાજમાર્ગ-1 પર આવેલ પંજાબમાં આવેલ મીરથલ ગામમાં ઉતરકીને મિલિટ્રી એરિયા પાર કરીને અંદાજે 2 કિમીનું અંતર કાપીને મંદિર સુધી પહોંચી શકાય છે. મીરથલ ગામથી શ્રદ્ધાળુના મંદિર સુધી પહોંચવા માટે રિક્ષાની સુવિધા પણ મળી રહે છે.