પેટ્રોલની જગ્યાએ દારૂ નાખી દીધું કે શું… કિક મારતા જ બેકાબુ થઇ ATM માં ઘૂસ્યું ટુ-વ્હીલર

Published on: 12:59 pm, Thu, 30 March 23

છત્તીસગઢમાં આવેલા દંતેવાડા જિલ્લાના બરસૂરથી એક વીડિયો સામે આવ્યો છે. એક યુવક પહેલા પેટ્રોલ પંપમાં આવે છે અને પેટ્રોલ પુરાવીને ટુ-વ્હીલર ચાલુ કરે છે. ત્યારે જ થોડી ભૂલને કારણે વાહન બેકાબૂ થઇ જાય છે અને વાહન સામેના ATMમાં કાચ તોડીને ઘૂસી જાય છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવ્યા બાદ પોતાની ગાડી સ્ટાર્ટ કરવાની કોશિશ કરી રહ્યો હોય છે. ગાડી શરુ ન થયા યુવક કિક મારે છે કિક મારવા છતાય તે સ્ટાર્ટ થતી નથી. યુવક ગાડીને શરૂ કરવાનો સતત પ્રયાસ કરે છે.

ત્યારે અચાનકજ ગાડી સ્ટાર્ટ થાય છે અને એટીએમમાં ​​ઘૂસી જાય છે. આ સમગ્ર ઘટનામાં સારી વાતતો એ છે કે, ATMમાં ​​તે સમયે કોઈ હાજર નહોતું. તેના કારણે કોઈ દુર્ઘટના થઈ ન હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લગેગા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકોછો કે, યુવક સ્કૂટીને સતત કિક મારી રહ્યો છે ત્યારે જ સ્કૂટી સ્ટાર્ટ થઈ જાય પરંતુ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમને કારણે તે સરળતાથી સ્ટાર્ટ થઈ શકતી ન હતી. યુવક સળંગ બે ત્રણ વાર કિક મારે છે અને ત્યારે ચોથી કિક મારતા જ સ્કૂટી સ્ટાર્ટ થઈ જાય છે.

ત્યારેજ યુવકથી ભૂલથી એક્સિલરેટર દબાઈ જતા સ્કૂટી બેફામ રીતે આગળ વધી અને કાચ તોડીને એટીએમમાં ​​ઘૂસી ગઈ હતી. આ સ્કૂટીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબજ જડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરીને તેને ફ્લાઈંગ સ્કૂટી અને ભૂતિયા સ્કૂટી ગણાવીને ઘણો આનંદ લઇ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…