શા માટે ભગુડા મોગલધામનાં ખજાનચી મુસ્લિમ વ્યક્તિ છે? જાણો મોગલ માં ના અનેક પરચાઓ વિશે

848
Published on: 5:16 pm, Thu, 12 May 22

આપણા દેશમાં દેવી-દેવતાઓને બધા ખુબ જ માને છે. કોઈપણ મુશ્કેલીઓ આવે એટલે બધા લોકો પોતાની સમસ્યાઓ દુર કરવા ભગવાનના મંદિરમાં જતાં હોય છે. તો આજે આપણે આ લેખમાં એવાં જ એક મંદિર વિશે જાણીશું. ગુજરાતમાં મોગલ માતાનું ધામ એટલે કે ભગુડા ધામ, જે ભાવનગર જીલ્લાની અંદર આવેલું છે. ભગુડા ધામ ભાવનગરથી 80 કિલોમીટર દુર આવેલું છે.

આશરે 450 વર્ષ પહેલા નળ રાજાની તપોભૂમિમાં ભગુડા ગામમાં મોગલ માતા પધાર્યા હતા. મોગલ માતાજીના ચાર ધામ માંથી એક ધામ ભગુડાનું મોગલ ધામ છે. મોગલ ધામના ઇતિહાસ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. તમને જણાવી દઈએ કે મોગલ ધામમાં ખજાનચીની જવાબદારી મુસ્લિમ વ્યક્તિ સંભાળે છે અને આ મુસ્લિમ વ્યક્તિનું નામ રમજાન શેઠ બોરડાવાળા છે.

રમજાન શેઠની વાત કરીએ તો, રમજાન શેઠે પોતાના સમગ્ર પરિવારની સાથે તળાજા ની અંદર આવેલું બોરડા ગામમાં રહેતા હતા. શેઠે માતાજીની માનતા રાખી હતી કે, જો તેમનું કામ પૂરું થઈ જશે તો માતાજીના મંદિરમાં એક હજાર રૂપિયાનું દાન કરશે. થોડા દિવસો પછી રમજાન શેઠે જે મનોકામના માની હતી, તે મનોકામના માતાજીએ પૂરી કરી હતી.

તેને કારણે આહીર સમાજનાં લોકોને રમજાન શેઠે એ મંદિરમાં એક હજાર રૂપિયાનું દાન આપવાની વાત કરી હતી.  રમજાન શેઠે જ્યારે આહિર પરિવારના લોકોને દાન આપવાની વાત કરી હતી ત્યારે, મંદિરની અંદર દાનપેટી હતી નહીં. તે સમયે રમજાન શેઠ દ્વારા મંદિરમાં 350 રૂપિયાની એક દાન પેટી બનાવડાવી હતી. આ પછી રમજાન શેઠે તે દાન પેટીમાં 650 રૂપિયાનું દાન કર્યું હતું.

આ રીતે રમજાન શેઠે 1000 રૂપિયાની માનતાને પૂરી કરી હતી. સમય જતા રમજાન શેઠને ભગુડા વાળા માતાજી ઉપર દિવસેને દિવસે વધારે વિશ્વાસ બેસતો ગયો હતો. એક વખત મંદિરમાં 10 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. મોગલ ધામ મંદિરના ટ્રસ્ટીએ રમજાન શેઠની માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધાને અને આસ્થાને જોઈને તેમને મંદિરના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.

તે સમયથી લઈને આજ સુધી, મંદિરની દાનપેટી રમજાન શેઠ દ્વારા જ ખોલવામાં આવે છે. મોગલ માતાજીના ચાર ધામ છે, જેમાંથી પહેલું ધામ ભિમરાણા ધામ, તેમજ બીજું ધામ ગોરયાલી, તેમજ મોગલ માતાજી નું ત્રીજું ધામ રાણેસર, અને મોગલ માતાજી નું ચોથુ ધામ એટલે કે ભગુડા ધામ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…