પોતાના વતન પરત ફરી આ મોટા બિજનેસમેને શરુ ખેતી- જુઓ કેવી રીતે થવા લાગી બેઠાબેઠા લાખોની કમાણી

Published on: 11:14 am, Thu, 7 October 21

સોશિયલ મીડિયા પર અવારનવાર સફળ ખેડૂતોની કહાની સામે આવતી હ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. આજની વાર્તા હરિયાણામાં આવેલ હિસાર જિલ્લામાં રહેતા સુરેશ ગોયલની છે. સુરેશ છેલ્લાં 7 વર્ષથી ‘ડેઈલી ઈન્કમ મોડલ’ પર ખેતી તથા માળીકામ કરી રહ્યા છે. 12 કરતાં પણ વધારે ફળ તથા શાકભાજીનું વાવેતર કરે છે.  વાર્ષિક 30 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે, સુરેશ કોઈ ખેડૂત પરિવારમાંથી આવતા નથી. તેમણે તો સતત 32 વર્ષ સુધી બિઝનેસ જ કર્યો છે. ભારતનાં મોટાં શહેરો જેવાં કે મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કર્યું છે. ખેતી માટે જમીન પણ તેમની પાસે ન હતી પરંતુ હાલમાં તેઓ સંપૂર્ણપણે ખેડૂત બની ગયા છે. કુલ 18 એકર જમીનમાં તેઓ હાલમાં ખેતી કરી રહ્યા છે.

સુરેશના ગામલોકો ટ્રાન્સપોર્ટ બિઝનેસની સાથે જ જોડાયેલા છે. અભ્યાસ પૂરો થયા પછી સુરેશ પણ ચેન્નઈ જતા રહ્યા હતાં તેમજ ટ્રાન્સપોર્ટનું કામ કરવા લાગ્યા હતાં. તેમણે 3 દશક સુધી આ સેક્ટરમાં કામ કર્યું હતું. દેશનાં અનેક શહેરોમાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. ત્યારપછી પરિવારની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતાં. આની વચ્ચે તેઓ ગામમાં અવરજવર કરતા રહેતાં હતા. તેઓ રજાનો સમય ઘણીવાર ગામડાંમાં પસાર કરતાં હતા.

સુરેશ કહે છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામડાંમાં સુવિધાઓ ન હોવાંને લીધે ગામલોકોને ફળ તથા શાકભાજીની ખરીદી કરવા માટે દૂર જવું પડતું હતું. એકવાર મારા મામા મારા ગામમાં આવ્યા ત્યારે તેમણે મમ્મીને પૂછ્યું હતું કે, અહીં ફળો મળે છે કે નહીં. મમ્મીએ ટોણો મારતાં તેમને કહ્યું, મને તમે ક્યાં કોઈ બગીચાવાળાને પરણાવી હતી કે ફળ મળે.

બસ, ત્યારથી જ મારા મનમાં આ વાત ઘર કરી ગઈ કે, હું મારા ગામમાં બગીચો લગાવીશ. ત્યારપછી સુરેશે પોતાનો વ્યવસાય ભાઈઓને સોંપીને ગામમાં પાછાં ફર્યા હતાં. સૌપ્રથમ તો તેઓ કૃષિ વિશ્વવિદ્યાલય તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જઈને ખેતી-ખેડૂતોના પાઠ શીખ્યા હતાં. ત્યારબાદ વિવિધ સેમિનાર તથા વર્કશોપમાં પણ જવા લાગ્યા હતાં.

સુરેશે હરિયાણા તથા પંજાબના કેટલાંક ખેડૂતોની સાથે મુલાકાત કરી હતો કે, જેઓ ઓર્ગેનિક ખેતી કરતા હતા. તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું હતું. ત્યારપછી ગામની કુલ 7 એકર જમીન ખરીદીને ખેતી કરવાની શરૂઆત કરી હતી. સુરેશે સૌપ્રથમ ફળોની ખેતીની શરૂઆત કરી હતી. ત્યારપછી શાકભાજી પણ ઉગાડવા લાગ્યા હતાં. હાલમાં તેમના બગીચામાં જામફળ, મોસંબી, લીંબુ, આંબળાં, જાંબુ, દાડમ, લીચી, સફરજન, નારંગી સહિત 1,500 પ્રકારના ફળોના વૃક્ષ છે.

ડેઈલી ઈન્કમ મોડલ કઈ રીતે તૈયાર કર્યું ?
સુરેશ જણાવતાં કહે છે કે, ખેડૂતની માટે સૌથી જરૂરી છે કે, દરરોજ કંઈક ને કંઈક આવક થવી જોઈએ. જેથી મેં અનીક્વિધ જાતનાં વૃક્ષોનું વાવેતર કર્યું કે, જેથી પાક લેવા માટે વધારે રાહ જોવી પડે નહીં. એનો સૌથી મોટો લાભ એ થયો કે, અલગ અલગ ઋતુમાં અનેકવિધ વૃક્ષોથી પાક મળતો રહ્યો. ફળોની ઉપરાંત પોતાની જમીનના એક ભાગમાં તેઓ સીઝનલ શાકભાજીઓ પણ વાવેતર કરે છે કે, જેમાં પત્તાગોભી, દૂધી, બટેટા, ગાજર, કાકડી, ટમેટાં, ભીંડો જેવી શાકભાજીનો સમાવેશ થાય છે.

ભણેલા-ગણેલા લોકો ખેતી સાથે જોડાય
સુરેશ જણાવતાં કહે છે કે, અનેક લોકો એવાં છે કે, જેઓ ખેતીને નુકસાનની ડીલ ગણે છે. આની સાથે જ એવું પણ માને છે કે, ખેતીમાંથી કંઈ જ પ્રાપ્ત નથી થવાનું, પણ આ હકીકત નથી. હકીકતમાં તો ખેતી સૌથી મહત્ત્વનું સેક્ટર છે કે, જ્યાં ખુબ ઓછા રોકાણમાં વધારે નફો મેળવી શકાય છે. ભણેલા-ગણેલા લોકોને ફાર્મિંગ સેક્ટરમાં આવવું જ જોઈએ કે, જેથી ખેડૂતોની વચ્ચે વિશ્વાસ ઊભો થાય તેમજ તેમને યોગ્ય રીતે ગાઈડ કરી શકાય. ખેતીને જો બિઝનેસ સમજીને કરવામાં આવે તો સીઝનને અનુરૂપ યોગ્ય પાકની પસંદગી કરીને એકરદીઠ 2 લાખનીકમાણી થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…