વિશ્વપ્રસિદ્ધ નાલંદા વિશ્વવિદ્યાલયને સળગાવી દેનાર જેહાદી બખ્તિયાર ખિલજીનું એવું મોત થયું કે, જાણી રુવાડા બેઠા થઇ જશે

164
Published on: 7:51 pm, Tue, 5 October 21

આજે અમે આપની માટે એક રોચક ઇતિહાસની કહાની સામે લઈને આવ્યા છીએ. ઈ.સ. 1206 માં કામરુપ (હાલનું આસામ) માં એક જોશીલી અવાજ ગુંજી ઉઠે છે, ” બખ્તિયાર ખિલજી, તું જ્ઞાનમંદિર નાલંદાને સળગાવીને કામરુપ ની ધરતી પર આવ્યો છે. જો તું કે, તારો એકપણ સિપાહી બ્રહ્મપુત્રા પાર કરી શકયા તો મા ચંડી (કામાતેશ્વરી) ની સૌગંધ છે મને હું જીવતેજીવ અગ્નિ સમાધિ લઈ લઈશ આવું રાજા પૃથુ જણાવે છે.

બાદમાં 27 માર્ચ, 1206 માં આસામની ધરતી પર એક એવું યુદ્ધ લડાયું હતું કે, જે માનવ ગરિમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. એક એવી લડાઈ કે, જેમાં કોઈ પણ એક ફૌજના 12,000 સૈનિકો લડવા માટે આવ્યા હોય તેમજ જીવતા બચ્યા હોય ફક્તને ફક્ત 100.

જે લોકોએ ઈતિહાસ વાંચ્યો હશે તેમને જાણ જ હશે કે, જયારે બે સૈન્યો લડે છે ત્યારે એક સેના અધવચ્ચે હાર માનીને ફરાર થઈ જાય છે અથવા તો સમર્પણ કરે છે પણ આ લડાઈમાં ખિલજીના 12,000 સૈનિકો લડયા અને ફકત 100 બચ્યા એ પણ ઘાયલ.

હલમાં પણ ગુવાહાટીની નજીક આ શિલાલેખ મૌજુદ છે કે, જેમાં આ લડાઈ અંગે વિસ્તારથી જણાવાયું છે.
એ સમયમાં બખ્તિયાર ખિલજી બિહાર તથા બંગાળના રાજાઓને હરાવીને આસામની બાજુ આગળ વધતો હતો.
આ દરમિયાન તેણે નાલંદા વિશ્વવિદ્યાલય સળગાવી દીધી હતી તેમજ હજારો બૌદ્ધ, જૈન અને હિન્દુ વિદ્વાનોનાં કતલ કર્યા હતા.

નાલંદા માં અનમોલ પુસ્તકો, પાંડુલિપિ તેમજ અભિલેખો વગેરે સળગીને રાખ થઈ ગયા હતા. ખિલજી મુળ અફઘાનિસ્તાનનો હતો તેમજ મુહમ્મદ ઘોરી તથા કુતુબુદ્દીન ઐબકનો સંબંધી હતો. ખિલજી નાલંદાને સળગાવીને આસામના રસ્તે તિબેટ જવા માંગતો હતો.

તિબેટ એ સમયમાં ચીન, મોંગોલિયા, ભારત, અરબ તથા પૂર્વના દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ વ્યાપારનું કેન્દ્ર બની ગયું હતું. ખિલજી તેના પર કબજો મેળવવા માંગતો હતો પણ તેનો રસ્તો રોકીને ઉભા હતા અસમના રાજા પૃથુ હતા. તેમને રાજા બરથુનાં નામે પણ ઓળખવામાં આવે છે.

અત્યારના ગુવાહાટી નજીક બંને વચ્ચે યુદ્ધ જમું હતું. રાજા પૃથુ એ સૌગંધ લીધી હતી કે, તે કોઈ પણ સંજોગોમાં ખિલજી ને બ્રહ્મપુત્રા પાર કરીને તિબેટ તરફ જવા નહીં દે. એમણે તેમજ તેમના આદિવાસી યોધ્ધાઓએ ઝેર લગાવેલા તીરો, ખુકરી, બરછી તથા નાની પણ ઘાતક તલવારોથી ખિલજીની સેનાની ખુબ મોટી સંખ્યામાં કત્લેઆમ કરી હતી.

પરિસ્થિતિનો તાગ કાઢીને ગભરાઈ જઈને પોતાના સૈનિકો સાથે જંગલ તથા પહાડીઓનો ફાયદો મેળવીને ભાગ્યો હતો.
અસમવાળા તો જન્મજાત પહાડી યોધ્ધાઓ હતાં. તેમણે ખિલજીને પતલા તીરથી વીંધી નાખ્યો હતો તેમજ અંતે ખિલજી પોતાના બચેલા 100 સૈનિકોની સાથે ઘૂંટણિયે પડીને ક્ષમાની યાચના કરવા લાગ્યો હતો.

રાજા પૃથુએ તેના સૈનિકોને બંદી બનાવી અને ખિલજીને એકલો જીવતો છોડીને ઘોડા પર બેસાડીને જણવ્યું હતું કે, તું પાછો અફઘાનિસ્તાન ચાલ્યો જા. તેમજ માર્ગમાં જે કોઈ પણ મળે તેને કહેતો જજે કે, મેં નાલંદા સળગાવી હતી તેમજ પછી મને રાજા પૃથુ મળી ગયા હતા… બસ આટલું જ કહેજે લોકોને.

ખિલજી આખા રસ્તે એટલો અપમાનિત થયો હતો કે, તેની પુરી વાત સાંભળીને તેના જ ભત્રીજા અલી મર્દાને તેનું મસ્તક ધડથી અલગ કરી નાંખ્યું હતું. દુઃખ ની વાત તો એ છે કે, આ બખ્તિયાર ખિલજી ના નામ પર બિહાર માં એક પ્રદેશનું નામ બખ્તિયારપુર છે. ફક્ત આટલું જ નહીં પણ ત્યાં રેલ્વે જંકશન નું નામ પણ બખ્તિયારપુર જંકશન છે. જયારે આપણા મહાન રાજા પૃથુનો શિલાલેખ પણ માંડ માંડ શોધ્યો મળે એમ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…