રાજ્ય સરકાર ખેડૂતોને આપી રહી છે આ બહુમુલ્ય ભેટ- જાણો કોને મળવાપાત્ર છે આ યોજનાનો લાભ

215
Published on: 12:01 pm, Sat, 2 October 21

ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી રહી છે કે, જેમણે વિકાસ બેંકોમાંથી લોન લીધી છે. ખુબ લાંબા સમયગાળાની કૃષિ લોન લેનાર ખેડૂતોની માટે 5% વ્યાજ સબસિડીની યોજના અમલમાં મુકિ દેવામાં આવી છે.

હવે જે કોઈપણ ખેડૂતભાઈઓ લોનની રકમ સમયસર ચૂકવતા હોય છે. તેમને 5%ના દરે લોન મળી રહેશે. સહકારીતા મંત્રી ઉદયલાલ અંજના દ્વારા આ જાણ કરવામાં આવી હતી. આની સાથે જ તેમણે કહ્યું હતું કે, આ યોજના 31 માર્ચ વર્ષ 2022 સુધી અમલમાં રહેશે.

1 એપ્રિલ વર્ષ 2021 થી યોજનાનો અમલ:
સહકાર મંત્રી ઉદયલાલ અંજના દ્વારા તેમના નિવેદનમાં કહ્યું હતું કે, વ્યાજનો આ દર સૌથી ઓછો છે. ઘણીવાર ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગતા હોય છે પણ ખુબ ઊંચા વ્યાજ દરને લીધે તેઓ લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ પછી આ યોજના 1 એપ્રિલ વર્ષ 2021 થી અમલમાં મૂકી દેવામાં આવી છે. 1 એપ્રિલ વર્ષ 2021 થી લઈને 31 માર્ચ વર્ષ 2022 ની વચ્ચે લોન લેનાર તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહેશે. કૃષિ લોન 10 %ના વ્યાજ દરે ઉપલબ્ધ હોવા છતાં, સમયસર લોન ચૂકવનાર ખેડૂતોને 5 %ની ગ્રાન્ટ અપાશે.

રાજ્ય સરકાર અલગથી કૃષિ બજેટ રજૂ કરશે:
કૃષિ ક્ષેત્રે ખેડૂતોની હાલત સુધારવા રાજસ્થાન સરકાર સતત પગલાં લઈ રહી છે ત્યારે CM અશોક ગેહલોત જણાવે છે કે, આગામી વર્ષથી રાજ્ય સરકાર અલગ કૃષિ બજેટ રજૂ કરશે. સરકાર ખેડૂતોને ખુબ સસ્તા દરે વીજળી પૂરી પાડે છે તેમજ ખેડૂતોને કૃષિ કાર્ય માટે માત્ર 90 પૈસા પ્રતિ યુનિટના દરે વીજળી અપાઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…