દીકરો સરકારી ઓફિસર હોવા છતાં પિતા રોડ પર સુવા માટે છે મજબુર- આખી કહાની જાણીને આંખમાંથી આંસુ સરી પડશે

222
Published on: 1:21 pm, Mon, 27 September 21

આજે આપણે એક એવા વૃદ્ધ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે એક સમયે હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા પણ હાલમાં એવો સમય આવ્યો છે કે, તેમને રોડ પર રહેવું પડતું હોય છે. પોપટભાઇ ફાઉન્ડેશન દ્વારા તેમની મુલાકાત લઈને તેમને જાણવા મળી તેમની ગંભીર સ્થિતિ કે કેવી રીતે તેમના આવા દિવસો આવ્યા છે.

આ વૃદ્ધ વ્યક્તિ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહે છે. જેમનું નામ સૂખડું પાટીલ છે કે, જેઓ માર્ગ પર રહીને વસ્તુઓ વેચીને રાત્રે તે જગ્યા પર સૂઈ જતા હોય છે. એમની પાસે રહેવા માટે ઘર પણ નથી. પોપટભાઈ કહે છે કે, તમે અગાઉથી જ અહીં રહેતા હતા ત્યારે વૃદ્ધ વ્યક્તિ જણાવે છે કે, પહેલા તો હું એક દિવસના 3,000 રૂપિયા કમાતો હતો.

મારા પરિવારે મારી સાથે એવું કર્યું કે, જેથી આજે મારે રસ્તા પર રહેવાના દિવસો આવ્યા છે કે, જ્યારે હું કમાતો હતો ત્યારે મને લોકો રાખતા હતા તેમજ હવે જ્યારે હું નથી કમાતો ત્યારે મને કાઢી દીધો છે. આ દુનિયામાં પૈસો છે તો બધું જ છે અહીં માણસની કિંમત નથી તમામ લોકોને પૈસાથી તોલવામાં આવે છે. જેને કારણે આજે આજે મારે રોડ પર રહેવાનો વારો આવ્યો છે તે વ્યક્તિની આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું.

વૃદ્ધ વ્યક્તિનો દીકરો જલગાવમાં રહે છે તેમના પરિવારે તેમને કાઢી મૂક્યા છે કે, જેથી તેમનો આવો હાલ થયો છે. પોપટભાઇ જણાવે છે કે, તમે ગભરાશો નહીં અમે તમારી મદદ કરશું. SMC તથા જ્યોતિ સામાજિક સંસ્થાએ શેલ્ટર હોમની સુવિધા કરી આપી છે કે, જ્યાં અમે જઈશું અને ત્યાં જ ખાવા-પીવાથી લઈને બધી જ સારસંભાળ રાખીશું.

બાદમાં પોપટભાઈ આ વૃદ્ધ વ્યક્તિને સેન્ટર પર લઇ ગયા હતા કે, જ્યાં તેમને નવડાવીને તેમજ સ્વચ્છ કપડાં પહેરવા માટે આપ્યાં હતા. બાદમાં બધી જ સુવિધાકરી આપવામાં આવી હતી. આમ, પોપટભાઈ ફાઉન્ડેશન વૃદ્ધ વ્યક્તિને આશરો આપવામાં મદદરૂપ થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…