
દેશની અંદાજે ૭૦% વસ્તી ખેતી પર આધારિત રહેલી છે. સામાન્ય રીતે જોઈએ તો કેન્દ્રીય સરકાર હમેશા કોઈને કોઈ ફેરફાર કરતી રહેતી હોય છે. હાલમાં જ PM નરેન્દ્ર મોદીએ મંડળમાં ફેરફાર કર્યા હતા. આટલું જ નહિ પણ કેટલાક નવા કેન્દ્રીય પ્રધાનોની પણ પસંદગી કરવામાં આવી હતી.
જેમાં પશુપાલન,ડેરીંગ તેમજ ફિશરીઝ વિભાગ તથા માહિતી અને વહીવટ મંત્રાલયના પદમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હાલમાં જ એલ.મુરુગન ભાજપ સરકારમાં મંત્રી પદ તરીકે કાર્ય કરતા જોવા મળી રહ્યા છે પણ ખુબ ઓછા લોકો જાણતા હોય છે કે, તેમના માતા-પિતા ગામમાં ખૂબ જ સરળ જીવન પસાર કરી રહ્યા છે.
આ વ્યક્તિના માતાપિતા માટે એક ગર્વની વાત કહેવાય. તેમના માતાપિતા વૈભવી જીવન જીવવાને બદલે હાલમાં પણ પહેલા જેવું સરળ જીવન પસાર કરવું પસંદ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે તમિલનાડુનાં એક ગામમાં મંત્રી એલ.કે.મુરુગનના માતા-પિતા હાલમાં સામાન્ય જીવન પસાર કરી રહ્યા છે.
તેમના 68 વર્ષીય પિતા તથા 59 વર્ષીય માતા હાલમાં ખેતી કામ કરીને જીવન પસાર કરી રહ્યા છે. આટલું જ નહિ પણ પોતાનો દીકરો આટલી મોટી સફળતા મેળવી ચુક્યો હોવા છતાં તેઓ ઝળહળતી ગરમીમાં ખેતી કરી રહ્યા છે. તેમના પિતાને દીકરાને મળેલ આ પદથી કોઈ પણ ગર્વ નથી.
કારણ કે, તેઓ પહેલા જેવું સામાન્ય જીવન પસાર જ કરવા માંગે છે. જયારે હાલમાં અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે. આ દંપતી તેમના દીકરાની સફળતાનું શ્રેય પણ લેવા માંગતા નથી,કારણ કે તેઓ માને છે કે એલ.કે.મુરુગને તેની મહેનત તથા પરિશ્રમના આધારે આ મળ્યું છે.
તેમના માતાપિતા જણાવે છે કે, દીકરો આજે જે કઈ છે તે પોતાના જોરે બન્યો છે. મુરુગનના માતા-પિતાના સામાન્ય જીવન માટેના વખાણની માત્રા ખુબ ઓછી છે. વર્ષ 2020 માં એલ.મુરુગન રાજ્યના પ્રધાન પદની જવાબદારી સંભાળતી વખતે સુરક્ષા સાથે તેમના ગામમાં આવ્યા હતા.
જયારે દીકરાને આવતો જોઇને તેમના માતાપિતાએ પણ સરળ રીતે સ્વાગત કર્યું હતું. જયારે તેમના માતાપિતા પણ તેમના દીકરાની મુલાકાત લેતા હોય છે. મુરુગનને મોદી કેબિનેટમાં પ્રધાન પદ મળ્યું છે એમ છતાં તેના માતાપિતા ગામમાં રેશન મેળવવા માટે લાઇનમાં ઉભા રહેતા હોય છે.