ભેંસ ઉપર નીકળી કૂતરાની શાહી નગરયાત્રા, આ વિડીયો જોઇને હસવું નહિ રોકી શકો

165
Published on: 12:36 pm, Mon, 20 December 21

સોશિયલ મીડિયામાં અવારનવાર વીડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આવો જ એક રમુજી વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જેને લાખો લોકોએ પસંદ કર્યો છે અને લાઈક અને શેર પણ કર્યા છે.

આ વીડિયોમાં એક કૂતરાની શાહી નગરયાત્રાએ નીકળી છે. હાથીની અંબાડી ઉપર કોઈ વ્યક્તિની શાહી નગરયાત્રા તો તમે જોઈ હશે, પરંતુ આ વિડીયો જોઈને તમારું હસવું નહીં રોકી શકો. વાયરલ થયેલા વિડિયોમાં, એક કૂતરો કાળી ભેંસ ઉપર ચડી ગયું છે અને શાંતિથી ઊભું છે. અને ભેંસ ચાલી રહી છે. આ શાહી નગરયાત્રામાં આગળ બે કુતરા પણ ચાલી રહ્યા છે અને આ નગરયાત્રાની શાનમાં વધારો કરી રહ્યા છે.

સાથોસાથ વીડિયો વાયરલ કરનાર વ્યક્તિએ, આ વીડિયોમાં શાહી ગીત ફીટ કરી દીધું છે, એટલે આ સાઉન્ડ વીડિયોમાં એકદમ બંધ બેસી જાય છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, પશુઓનું ટોળું ચાલી રહ્યું છે, અને તેમાંની એક ભેંસ ઉપર કુતરુ ચડી ગયું છે અને ભેંસ ચાલી રહી છે.

આ દરમ્યાન કોઈએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. અને સોશિયલ મીડિયામાં એડિટ કરીને મૂક્યો હતો. હાલ આ વિડીયો જોઈને સેંકડો લોકો ખૂબ હસી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે અને હજરો લોકોએ આ વિડીયો શેર પણ કર્યો છે. કોઈ કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘આ કુતરો પોતાની જાતને રાજા મહારાજ સમજે છે કે શું?’ તો કોઈ બીજાએ લખ્યું છે કે, ‘આ કૂતરાની શાહી નગરયાત્રા નીકળી છે!’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…