હનુમાનદાદાનો સાક્ષાત ચમત્કાર: મૃત મહીલામાં ફરી પ્રાણ પૂરી જીવિત કરી, ગામલોકો મુકાયા આશ્ચર્યમાં

307
Published on: 2:57 pm, Sat, 25 June 22

મિત્રો આજે અમે તમને હનુમાનજીના એક ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક મૃતક મહિલાના શરીરમાં પાછો જીવ આવ્યો અને તે જીવિત થઈ!! આ ઘટના વિશે વાત કરીએ તો સુંદરભાઈ અને રાજેશભાઈ બંને પાડોશી હતા. જેમાં સુંદરભાઈ હનુમાનજીના મોટા ભક્ત હતા. સુંદરભાઈ એક દિવસ નોકરી પરથી મોડી રાત્રે ઘરે આવતા હતા ત્યારે તેણે જોયું કે રાજેશભાઈના ઘરમાંથી ધુમાડો નીકળતો હતો. જેથી તે દોડીને રાજેશભાઈના ઘરે જાય છે.

ત્યાં જઈને જોયું કે સુંદરભાઈના ઘરે તાંત્રિકવિદ્યા ચાલે છે. સુંદરભાઈએ પૂછ્યું કે, આ બધું તમે કરો છો? આ ખોટું કામ છે. રાજેશભાઈએ જણાવ્યું કે, ઘણા વર્ષોથી અમારે કોઈ સંતાન નથી તેથી તાંત્રિક વિધિ કરીએ છીએ. આ સાંભળીને સુંદરભાઈ ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જાય છે.

થોડા દિવસો બાદ સુંદરભાઈ રાત્રિભોજન બાદ તેમના ઘરની અગાસી પર ચાલતા જતા હતા ત્યારે તેમણે રાજેશભાઈના ઘરમાંથી ફરીથી ધુમાડો નીકળતો જોયો હતો. આ જોઈને તે સમજી ગયો કે કોઈ તાંત્રિકવિદ્યા ચાલતી હશે. પરંતુ, આ વખતે તે કંઈ પણ બોલ્યા વગર પોતાના ઘરમાં નીચે ગયો અને તેની પત્નીને રાજેશભાઈના પરિવારથી દૂર રહેવાની સલાહ આપી.

થોડા દિવસો પછી હનુમાન જયંતિ આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરભાઈ હનુમાનજીનો પાઠ કરે છે અને જમણવાર રાખે છે. સુંદરભાઈએ જોયું કે, રાજેશભાઈ અને તેમના પત્ની જમવા આવ્યા ન હતા, જેથી તેઓ તેમના ઘરે ભોજનની થાળી આપવા જાય છે. ત્યાં તેણે રાજેશભાઈની પત્ની રાજેશભાઈના ખોળામાં મૃત હાલતમાં પડેલી જોઈ.

આ જોઈને સુંદરભાઈ ચોકી ઉઠ્યા અને તેણે રાજેશભાઈને પૂછ્યું કે, આ કેવી રીતે થયું? તો તેણે કહ્યું કે તાંત્રિકે અમારી સાથે દગો કર્યો, તાંત્રિકે મારી પત્નીનો જીવ લીધો અને પોતાની શક્તિઓ વધારીને ચાલ્યો ગયો. આ સાંભળી સુંદરભાઈ બધુ સમજી ગયા અને કહ્યું કે હવે તમારી પત્નીને માત્ર હનુમાનજી જ જીવિત કરી શકે છે. જ્યારે રાજેશભાઈએ કહ્યું કે, તમે જે કહો તે કરવા હું તૈયાર છું.

સુંદરભાઈએ રાજેશભાઈને જણાવ્યું કે, આજે હનુમાન જયંતિ છે. આ શુભ દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવું જોઈએ, હનુમાનજીની પૂરા દિલથી પૂજા કરવી જોઈએ અને તમારી પત્નીના આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ અને શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચઢાવવું જોઈએ. જો હનુમાનજી પ્રસન્ન હશે તો તમારી પત્નીનો જીવ બચાવશે.

આ સાંભળીને રાજેશભાઈ મંદિરે પૂજા કરવા જાય છે અને સુંદરભાઈ અને તેમના પત્ની રાજેશભાઈના ઘરે જઈને ડૉક્ટરને બોલાવે છે. ડૉક્ટર આવે છે અને સ્ત્રીની તપાસ કરે છે અને કહે છે કે મહોલા મૃત છે પરંતુ સુંદરભાઈ અને તેની પત્નીની વિનંતી પર, તે ફક્ત તેના મોંથી શ્વાસ આપે છે અને ભગવાનના ચમત્કારથી તેનું હૃદય ધબકવા લાગે છે. આ જોઈને ડોક્ટરો પણ કહેવા લાગ્યા કે આ ભગવાનનો ચમત્કાર છે, નહીંતર આ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું.

સુંદરભાઈ ત્યારપછી રાજેશભાઈની પત્નીને ડોક્ટર સાથે હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં સારવાર બાદ તેઓ જીવિત થાય છે અને થોડા સમય બાદ તેઓ પહેલાની જેમ પોતાનું જીવન જીવવા લાગે છે. સુંદરભાઈ રાજેશભાઈને સમજાવે છે કે, જો તેમણે સંતાનપ્રાપ્તિ માટે થોડી ધીરજ બતાવી હોત તો આ દુર્ઘટના ન બની હોત પરંતુ આજે પણ તે સાબિત કરે છે કે હનુમાનજી હજી જીવિત છે અને ચમત્કાર બતાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…