સોનાથી બનેલી આ મીઠાઈની કિંમત જાણી ભાન ભૂલી જશો, અમીર વ્યક્તિ પણ ખરીદતા પહેલા 100 વાર વિચારશે – જુઓ વાઈરલ video

Published on: 1:49 pm, Sun, 16 January 22

આપણને બધાને મીઠાઈ ખુબ જ પસંદ હોય છે. જે લોકોને મીઠાઈ ખાવાનો શોખ હોય છે તેઓ વિવિધ પ્રકારની મીઠાઈઓ પસંદ કરે છે. કેટલાક લોકોને મીઠાઈ એટલી પસંદ હોય છે કે તેઓ સૌથી મોંઘી મીઠાઈ ખાતા પહેલા એક વખત પણ વિચારતા નથી. ભલે તેઓને તે મીઠાઈ માટે વધુ પૈસા ખર્ચવા પડે.

આજે અમે તમને એક એવી મીઠી મીઠાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ખરીદતા પહેલા અમીરોએ પણ સો વાર વિચારવું પડશે. આ મીઠાઈ આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, આ મીઠાઈનો સ્વાદ લેવો એ દરેક માણસની વાત નથી. તમને જાણીને નવાઈ લાગશે કે, આ મીઠાઈની કિંમત 16 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Chauhan 🧿 (@oye.foodieee)

તેની કિંમત પરથી તમે આ મીઠાઈની વિશેષતાનો અંદાજ લગાવી શકો છો. આ મીઠાઈનું નામ ‘ગોલ્ડ પ્લેટેડ’ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દુકાનદાર આ મીઠાઈને સોનાથી તૈયાર કરે છે. તેને તૈયાર કર્યા બાદ તે તેના પર કેસર લગાવે છે. તે તેની સુંદરતાની સાથે સાથે તેની કિંમતમાં પણ વધારો કરે છે.

આ મીઠાઈને કેસરથી સજાવ્યા બાદ તેના નાના-નાના ટુકડા કરવામાં આવે છે. 16 હજાર રૂપિયા પ્રતિ કિલોની કિંમતની આ મીઠાઈ વિશે સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર oye.foodieee નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોએ ભારે ધૂમ મચાવી છે. તેને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે લાખો લોકો વીડિયોને જોઈ ચૂક્યા છે.

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના ફીડબેક આપી રહ્યા છે. એક યુઝરે મીઠાઈની કિંમત વિશે કમેન્ટ કરી, ‘કિંમત ગમે તે હોય, પરંતુ મીઠાઈ જોવામાં ખૂબ જ સરસ લાગે છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘ગોળ ખાઈને સંતુષ્ટ થવું વધુ સારું છે.’ આ સિવાય મોટા ભાગના યુઝર્સ સ્વીટ વીડિયો પર સરપ્રાઈઝ ઈમોજીસ પોસ્ટ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…