આંતરરાષ્ટ્રીય બજારમાં 23માં દિવસે પણ નથી બદલાઈ કિંમત- જાણો તમારા શહેરોના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

309
Published on: 12:05 pm, Fri, 24 December 21

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે 23માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર ખુબ જ મોટી અસર કરી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

મુખ્ય મહાનગરોમાં જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી ચાલી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 86.67 અને ડીઝલ રૂ. 95.41 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. 94.14 અને ડીઝલ રૂ. 109.98 પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ રૂ. 89.79 અને ડીઝલ રૂ. 104.67 પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 91.43 અને ડીઝલ રૂ. 101.40 પ્રતિ લીટર છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…