સુરતનાં આ ગામમાં હજુ પણ અંગારા પર ચાલવાની પ્રથા જીવંત છે, લોકો દુર-દુરથી પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે

792
Published on: 10:54 am, Fri, 18 March 22

હોળી-ધૂળેટીનો તહેવાર રંગોથી ભરેલો માનવામાં આવે છે. લોકોનું માનવું છે આ તહેવાર ખુશીઓ લાવે છે. રંગોના તહેવારની હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ સુરતના(Surat Holi 2022) એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે. ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા (Holi angara) પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે.

બે વર્ષ સુધી કોરોના મહામારીને લઈને ગ્રામજનો સિવાય અન્ય લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  હાલ કોરોના ગાઈડલાઇનમાં છૂટછાટ મળતા સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રથાને અંધ શ્રધા કહો કે, શ્રધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. 

જ્યારે હોળિકા  દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. પાંચ વર્ષના બાળકથી લઇ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનું સાહસ કરે છે. ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જીવન વિતાવે છે.

સરસ ગામના લોકોને પર આવી  જ શ્રદ્ધા હોળીના પર્વ પર છે. વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળિકા  દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે, ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે. અંગારા પર ચાલવાનો નજારો આંખે વિશ્વાસ ના થાય તેવો લાગે છે.

આ નજારો જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.સુરત સહિત આજુ બાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સરસ ગામે  બાપ-દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે ગામજનો ચાલે છે તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…