
હાલમાં એક એવી ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. સમગ્ર ઘટનાને જાણી આપની આંખોમાંથી આંસુ સરી પડશે. સુકેશ ઘોષ એક ગરીબ પરિવારના વડા તેમજ સુકેશ પોતાની દીકરીના લગ્ન માટે 2 ગાયો વેચે છે તેમજ ગાયની વેચવાના ગુનામાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
પ્રશ્ન પૂછવા પર જણાવે છે કે, જો તેને જેલમાં મોકલવામાં ન આવ્યો હોત તો ત્યાં તોફાન થઈ શકે છે. આ વાત ઝારખંડમાં આવેલ સાહેબગંજ વિસ્તારની છે. સુકેશ ઘોષે પોતાની 2 ગાય પશ્ચિમ બંગાળના કેટલાક વેપારીઓને વેચી દેવામાં આવી હતી. આની સાથે જ ગામના અન્ય વ્યક્તિએ પણ તેની ગાય વેચી નાંખી હતી.
વેપારીઓ ગાય લઈ રહ્યા હતા ત્યારે ગામલોકોએ ગાયની દાણચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સુકેશ ઘોષને ઘટનાસ્થળ પર બોલાવીને ગાયની ઓળખ કરાવીને તેની ધરપકડ કરવામાં આવી હતી. સુકેશનો ભાઈ ભોલા ઘોષ પૂછે છે કે, શું દેશમાં ગરીબ માટે કોઈ ન્યાય છે કે નહીં? ગરીબો શું ખાશે? બે મહિના માટે લોકડાઉન છે કે, જે લોકો બહારથી આવ્યા છે તેમની પાસે રૂપિયા નથી.
મારા પિતાને વહેલી તકે છોડી દો, અમે ગરીબીમાં ગાય વેચી છે, મારા પિતાએ સતત 1 વર્ષ સુધી દવા ખાધી હતી. જો તે એક દિવસ દવા ન લે તો તે મરી જશે. એવું સ્વીટી કુમારી એટલે કે, સુકેશ ઘોષની પુત્રી જણાવે છે. આ અંગે જ્યારે ક્વિન્ટે આ વિસ્તારના મહતો સાથે વાતચીત કરી ત્યારે તેમના નિવેદનો ખૂબ જ મૂંઝવણભર્યા હતા.
પહેલા તેણે જણાવ્યું હતું કે, સુકેશ સ્થળ પરથી ઝડપાયો છે. જ્યારે ક્વિન્ટે તેને જણાવ્યું હતું કે, FIRમાં રેકોર્ડ છે કે તેને ગાયોની ઓળખ માટે બોલાવીને ધરપકડ કરવામાં આવી હતી. ઝારખંડ બોવાઇન એનિમલ સ્લોટર બાન એક્ટ, 2005 અંતર્ગત ગૌવંશની કતલ માટે વેચાણ-ખરીદી પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે.
જયારે વકીલોનું જણાવવું છે કે, આવું હોવા છતાં સુકેશની ધરપકડ ખોટી રીતે કરાઈ છે. સાહેબગંજના વકીલ લાલુ પ્રસાદ સાહા જણાવે છે કે, મારા મતે ગુનો સામે આવ્યો નથી, તેની સામે કોઈ જાતની ફરિયાદ હોવી જોઈએ નહીં. તે ખરીદનાર સામે FIR થવી જોઈએ? ના, ખરીદ -વેચાણનો ગુનો ક્યાં છે?