સંપતીની લાલચમાં કપાતર દીકરાએ આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો- હચમચાવી દેશે આ ઘટના

403
Published on: 4:22 pm, Thu, 2 September 21

આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન શુક્રવારે હરિયાણાના રોહતક જિલ્લાના વિજયનગર કોલોનીમાં હત્યાની ચકચારી ઘટના બનવા પામી હતી. આ ઘટનાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી નાખ્વનમાં આવ્યો છે. આ બનાવમાં 20 વર્ષના પુત્રએ પોતાની નાની, માતા-પિતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી અભિષેક ઉર્ફે મોનૂને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં આરોપી પુત્રએ હત્યાકાંડ પાછળ કારણ જણાવ્યું હતું.

આ અંગે રોહતકના એસપી રાહુલ શર્મા દાવર પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડ પાછળ પ્રોપર્ટી વિવાદ અને આંતરીક વિખવાદ કારણભૂત હતું. આ કારણે મોનૂએ પરિવારના સભ્યોની હત્યા કરી નાખી હતી. પોલીસ દ્વારા ચાર દિવસ સુધી શંકાસ્પદો સાથે પૂછપરછ કર્યા બાદ મુખ્ય આરોપી સાથે સોમવારે પૂછપરછ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, શુક્રવારે બપોરે વિજય નગરના રહેનારા પ્રદીપ મલિક અને તેની પત્ની, પુત્રી અને સાસુની ઘરમાં ઘુસીને ફાયરિંગ કરીને હુમલો કર્યો હતો. જેમાં પ્રદીપ, તેની પત્ની, તેની સાસુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પ્રદીપની પુત્રી નેહા મલિકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે અવાયું છે. એક સાથે નાની, માતા-પિતા અને બહેનને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાના આ હત્યાકાંડનો મુખ્ય આરોપી અભિષેક ઉર્ફે મોનૂ મૃતક બબલુ એક માત્ર પુત્ર હતો. મોનૂ BA ફર્સ્ટ ઈયર, જાટ કોલેટનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ અને એફએસએલની સંયુક્ત તપાસ દરમિયાન ટીમને ઉપરના રૂમમાંથી ખાલી ખોલ મળ્યા હતા અને નીચેના રૂમમાંથી ત્રણ ખાલી ખોલ મળ્યા હતા. મળતી માહિતી મુજબ, નીચેના રૂમમાં બબૂલ બેડ ઉપર પડેલો હતો. તે મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે તેને ગોળી મારી ત્યારે તેનો ફોન કાન અને ખભા વચ્ચે લાગેલો હતો.

જાણવા મળ્યું છે કે, મકાનના ઉપરના અને નીચેના રૂમમાં પરિવારના સભ્યો ઉપર ફાયરિંગ કર્યા બાદ બદમાશો દ્વારા રૂમને લોક કરી ચાવી પોતાની પાસે રાખી લેવામાં આવી હતી. પોલીસે ચાવીઓ બબલૂના નજીકના વ્યક્તિ પાસેથી મેળવી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…