સુરતના વેસુ વિસ્તારમાં પોલીસે ગ્રાહક બનીને સ્પામાં પાડી રેડ, અંદર જઈને જોયું તો ધમધમી રહ્યું હતું કુટણખાનું

Published on: 2:15 pm, Sun, 1 August 21

સુરત શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના વેસુ VIP રોડ પર ચાલતા ગેરકાયદેસર સ્પા પર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ અચાનક જ રેડ પાડવામાં આવી હતી. ખુલાસો થતા જાણવા મળ્યું હતું કે, બંગાળના કોલકોતાની અનેક યુવતીઓ પાસે ખરાબ કામકાજ કરાવતા હતા કુટણખાનાને ઉઘાડું પાડવામાં આવ્યું હતું. અંબે નામથી ચાલી રહેલા આ સ્પામાંથી 18 યુવતીઓને ડિટેઇન કરવામાં આવી હતી. સાથે જ પોલીસ કસ્ટમર બનીને આ સ્પામાં ગયું હતું અને આ કુટણખાનાને ઝડપી પાડ્યું હતું. સાથે સાથે સ્પા ચલાવી રહેલા મેનેજર સહિત 7ની અટકાયત કરવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતના વેસુ VIP રોડ પર મારવેલા કોરિડોરમાં આવેલા એમ્બીઝ સ્પામાં છેલ્લા 11 મહિના પહેલા વડોદરાની 15 વર્ષીય તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમણે વૈશ્યાવૃતિમાં ધકેલી દેવામાં આવી હતી. આ સ્પા કુટણખાનામાં રૂપાંતરિત થઇ જતા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે શનિવારના રોજ રેડ પાડી હતી. સ્પા ચલાવી રહેલા મેનેજર સહિત 7ની અટકાયત કરવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સ્પામાંથી 18 મહિલાઓને છોડાવવામાં આવી હતી.

છેલ્લા ચાર મહિનાથી આ સ્પા શરૂ થયું હતું. ત્યારે રેપ જેવી ગંભીર ઘટના બની હોય ત્યારે આ સ્પા કોના ઈશારે શરૂ થયો તેની જો પોલીસ કમિશનર કડક પણે તપાસ કરાવે તો અનેક ખુલાસાઓ થઇ શકે છે. સ્ક્વોડે મોકલેલા ડમી ગ્રાહકને 1 હજાર લઈને રૂમમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ગોરખધંધો ચાલી રહ્યો હતો. પોલીસની અચાનક જ રેડ પડતા ગ્રાહકોમાં ચક્ચાર મચી ગયો હતો. પોલીસથી બચવા માટે મારવેલા કોરિડોરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ચોથા માળે સ્પાની રૂમની બહાર સુધી સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે. જેના પર એક વ્યક્તિ નજર રાખીને જ બેઠો હતો.

પોલીસને બાતમી મળી હતી કે, વેસુના મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ગેરકાયદેસર રીતે સપા ધમધમી રહ્યું હતું. સાથે સાથે આ વાતની સાથે અન્ય વાત નો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે મસાજની સાથે સાથે મજા પણ આપવામાં આવતી હતી. જેને કારણે પોલીસે ડમી ગ્રાહક બનાવીને અંદર મોકલ્યો હતો અને આ કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સ્પાના કસ્ટમર અને મેનેજર સહિત 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સ્પામાંથી ઝડપાયેલા આરોપીના નામ નીચે મુજબ છે:
કુલદીપસિંહ(33 વર્ષીય)(પાંડેસરા)(સ્પાના માલિક), નિલેશ સીંગ(30 વર્ષીય)(વડોદ)(સંચાલક), રાહુલ રાજુ ભટ્ટ(23 વર્ષીય)(નવસારી)(ગ્રાહક), પ્રશાંત હીતુ ઠક્કર(30 વર્ષીય)(અમરોલી)(ગ્રાહક), વિપુલ યુવરાજ નિકમ(22 વર્ષીય)(બાલાજીનગર સોસા,લિંબાયત)(ગ્રાહક), કરણ વિનોદ કુવર(18 વર્ષીય)(બાલાજીનગર સોસા,લિંબાયત)(ગ્રાહક), ભાવેશ જેન્તી પ્રજાપતિ(28 વર્ષીય)(ગૃહ નિર્માણ,વરીયાવ)(ગ્રાહક),વિજય મોહન પટેલ(34 વર્ષીય)(મિસ્ત્રી મહોલ્લો,દામકાગામ)(ગ્રાહક).