જુઓ કેવી છે ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોની વ્યથા- આ વિડીયો જોઇને ખખડી પડશો

Published on: 4:31 pm, Tue, 5 October 21

હાલ ગુજરાતમાં મેઘરાજાએ વરસાદથી ગુજરાતને છલકાવી દીધું છે. છેલ્લા એકથી બે અઠવાડિયામાં આખી સીઝનનો વરસાદ ખાબકી ગયો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે મહિનાઓ સુધી ખાલી રહેતા ડેમ અને જળાશયો આવનારા એક વર્ષ સુધી ભરેલા ને ભરેલા રહેશે. વરસાદની સાથે સાથે ગુલાબ અને સાહિલ વાવાઝોડાએ પણ ગુજરાત ના ઘણા વિસ્તારોમાં ભયંકર તબાહી મચાવી છે. એક સમયે ખેડૂતોને ચિંતા હતી કે સિઝનમાં વરસાદ પડે તો સારું, પરંતુ મેઘરાજાએ કૃપા વરસાવી કે એ જ ખેડૂત બોલવા લાગ્યો કે ‘મેઘરાજા હવે બસ!’

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર સર્જાતા મોટાપાયે નુકસાન થયું છે. ખાસ કરીને કેટલાય મહિનાઓથી મહેનત કરતા ખેડૂતોને સૌથી મોટું નુકસાન થયું છે. મહિનાઓથી તૈયાર થઈ ગયેલા પાક ભારે વરસાદથી નાશ પામ્યા છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે વચ્ચે ગુજરાતના અને એમાય ખાસ સૌરાષ્ટ્રના એક ખેડૂત નો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં આ ખેડૂત હાથમાં કપાસ પકડીને બોલી રહ્યા છે કે, આમથી એક લઇ ગયો ભાગ્યો, એક લઇ ગયો ટ્રેકટર વાળો, એક લઇ ગયો ખાતરવાળો, એક લઇ ગયો દવા વાળો અને છેલ્લે આ એક વધ્યું એ નાસ્તા પાણીમાં જતું રહ્યું અને હાથમાં વધ્યું આ…’ આ ખેડૂત ભાઈનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. રમુજી રીતે પોતાની વ્યથા બતાવનાર આ ખેડૂતનો વિડીયો જોઇને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…