રાજકોટની જનતાએ ખરાઅર્થમાં સાર્થક કર્યું ‘હર ઘર તિરંગા’ અભિયાન – સૌરાષ્ટ્રની સૌથી મોટી ઈમારત પર લહેરાયો તિરંગો 

118
Published on: 5:11 pm, Sat, 13 August 22

ભારતમાં આ વર્ષે 15 ઓગસ્ટના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’ શરુ કરવામાં આવ્યું છે. જેને પગલે રેલીઓ કાઢવામાં આવી રહી છે. તેમજ આજથી રાજકોટ શહેરના ઘર તેમજ ઓફિસ પર તિરંગો લહેરાઈ રહ્યો છે.

ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટના સિલ્વર હાઈટ્સ બિલ્ડિંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ જોઈ શકાઈ છે. તેમજ આ અભિયાનને સફળ બનાવવા દરેક લોકો પોતાના ઘર ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી રહ્યા છે.

રાજકોટવાસીઓમાં તિરંગાએ આકર્ષણ જમાવ્યું:
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા 22 માળની સિલ્વર હાઈટ્સ સોસાયટી સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું બિલ્ડિંગ ધરાવે છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા છે. તેમજ સૌરાષ્ટ્રનો સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. આ તિરંગાએ રાજકોટવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.

તેમણે 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડિંગ પર લગાવ્યો છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે એ માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે અને રાષ્ટ્રભાવના કેળવાય એ માટે અંદાજિત 1 લાખના ખર્ચે આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી તિરંગો લહેરાવવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, રાજકોટમાં જ આ તિરંગો બનાવવામાં આવ્યો છે. એની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે કાળજી લીધી છે કે, પવનમાં કે બીજી કોઈ રીતે તિરંગાને નુકસાન ન પહોંચે છે. આ તિરંગો 15 ઓગસ્ટ સુધી રાખવાના છીએ અને 16મી ઓગસ્ટે એને ફોલ્ડ કરી મૂકી દઈશું. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દરેક ઘર પર તિરંગો લહેરાવાની સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે અને લોકો પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…