સુરતની હાડ થીજાવતી ઠંડીમાં નિષ્ઠુર માતા-પિતાએ બે દિવસના બાળકને ખુલ્લામાં તરછોડી દીધું

113
Published on: 10:28 am, Fri, 17 December 21

છેલ્લા કેટલાય દિવસોથી બાળકને ત્યજી દેવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાંથી વધુ એક નિષ્ઠુર માતા-પિતા દ્વારા ત્યજી દેવામાં આવેલું માસુમ બાળક મળી આવ્યું હતું. જેમાં સુરત શહેરના ડીંડોલી-સણીયા રોડની બાજુમાં આવેલા એક ખેતરમાંથી ત્યજી દેવામાં આવેલ એક બાળક મળી આવતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.

ખેતરમાં મજુરી કરી રહેલી મહિલાઓને ત્યજી દેવામાં આવેલું બાળક મળી આવતા તેમને નિષ્ઠુર જનેતા સામે ફટકાર વરસાવી હતી અને 108 તેમજ પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણ આપવામાં આવી હતી. મળી આવેલ બાળકની નાળમાં કલેપ કરેલી હતી જેથી બાળકને તુરંત સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું.

108 એમ્બ્યુલેન્સના ઈએમટી દ્વારા જાણકારી મળી હતી કે,તેમને જયારે ફોન દ્વારા સમગ્ર માહિતી મળી ત્યાર પછી તેઓ તાત્કાલિક જ ઘટનાસ્થળ ઉપર આવી પહોચ્યા હતા. જયારે તેઓ ઘટનાસ્થળ ઉપર આવી પહોચ્યા ત્યારે ત્યાં મજૂરોનું ટોળું એકત્ર થઇ ગયું અને એક મહિલાના હાથમાં નવજાત શિશુ કપડામાં વીટલાળેલી હાલતમાં મળી આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે બાળકને કોઈ ફેકી ગયું હતું. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને નવજાત બાળકને તરત જ પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે બાળકનું કોઈ વ્યકિત હજુ સુધી મળી આવ્યું નથી.

ડોકટરો દ્વારા પણ જાણવા મળ્યું છે કે, ત્યજી દેવામાં આવેલ બાળક સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છે. હાલમાં બાળકને NICUમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હાલમાં ગુનો દાખલ કરીને વાલી વારસાને શોધી કાઢવા માટેની તમામ તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. હાલમાં પ્રાથમિક તારણ મુજબ નવજાત બાળક કોઈ મજુર મહિલાનું હોઈ શકે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…