ગેસ, અપચો અને ચામડીના રોગ માટે ઉપયોગી છે રસોડાની આ એક માત્ર વસ્તુ- 2 જ દિવસમાં કરી દેશે બધા રોગો ગાયબ

606
Published on: 1:04 pm, Sat, 9 April 22

અત્યારના સમયમાં બધા સ્વસ્થ રહેવા માટે ખુબ જ પ્રયત્નો કરે છે ડાઈટ કરે અને અલગ-અલગ ડોકટરો પાસેથી દવાઓ લે છે. પરંતુ આજે અમે જણાવીશું કે રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે.

જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે. આ રસોડામાં રહેતી ઘણી વસ્તુઓ આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન્સ જેવા ઘણાં પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે. તો ચાલો જાણી લઈએ એ ઘરેલું ઉપચાર વિશે.

કાળીજીરી
કાળીજીરી એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોવાને કારણે પેટની ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે. તે પાચક અવ્યવસ્થા, ગેસ્ટ્રિક, પેટનું દુખાવો, ઝાડા, પેટના કીડા વગેરેની સમસ્યાઓમાં મોટી રાહત આપે છે. મોડું-પચતું ભોજન લીધા પછી થોડું કાળીજીરી ખાવાથી તાત્કાલિક ફાયદો મળે છે. તે કબજિયાતને દૂર કરીને પાચનમાં સરળતા આપે છે. માથા અને કપાળ પર કાળીજીરી તેલ લગાવવાથી આધાશીશી જેવા દર્દમાં ફાયદો થાય છે. કાળીજીરી તેલના થોડા ટીપાંને ગરમ પાણીમાં નાંખો અને કોગળાવાથી દાંતના દુખાવામાં ઘણી રાહત મળે છે.

ડાયાબીટીસ
જે લોકોને  ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસ હોય છે તે પોતાના ડાયટમાં કાળીજીરીનો ઉપયોગ કરે તો ડાયાબીટીસની સાથે ઘણા રોગોમાં તેને રાહત મળે છે. કાળીજીરીને ડાયાબીટીસ માટે એન્ટીડાયાબીટીક પણ કહેવાય છે. તેનો ઉપયોગ કરવા માટે પાવડર બનાવીને ગરમ પાણીમાં ઉકાળીને તેને ચાની જેમ પી શકાય છે. શરીર ગરમ રહેતું હોય તથા ખંજવાળ અને ચામડીના રોગોમાં કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે.

બાળકોને આપે છે રાહત
50 ગ્રામ કાળીજીરી વાટી નાના બાળકને મધ સાથે આપવાથી કફ નીકળીને રાહત થાય છે. 50 ગ્રામ કાળી જીરી અને 10 ગ્રામ સાકરનો ઉકાળો કરવો. આ ઉકાળો નાનાં બાળકોના કફ તથા તાવ માટે, તેમ જ કૃમિ માટે પણ ફાયદાકારક છે. મોટા માણસને પણ આ ઉકાળો આપી શકાય છે. કૃમિને લીધે થયેલા ઝાડા પણ આ ઉકાળાથી મટે છે. કાળીજીરી પેશાબ સંબંધિત રોગો માટે ખૂબ ફાયદાકારક છે,

તે મૂત્રમાર્ગની સમસ્યાઓ દૂર કરે છે અને પેશાબ દ્વારા શરીરની ગંદકી પણ સાફ કરે છે. કાળીજીરી ગર્ભાશયના આરોગ્ય માટે ફાયદાકારક છે, જ્યારે મેથી અને સેલરી સાથે લેવામાં આવે છે ત્યારે વજન ઘટાડવામાં ઉપયોગી છે, અને ઝેરી જીવોના ડંખમાં તેનો ઉપયોગ થાય છે. કાળા જીરુંનો ઉપયોગ સંધિવા, હાડકાં, આંખની સમસ્યાઓ અને વાળની ​​વૃદ્ધિના નિદાન માટે પણ થઈ શકે છે.

સાંધાના રોગ માટે છે ઉપયોગી
સંધિવા જેવી સમસ્યાઓમાં કાળીજીરી ખૂબ ફાયદાકારક છે. 250 ગ્રામ મેથીનાદાણા, 100 ગ્રામ અજમો, 50 ગ્રામ કાળી જીરી. આ ત્રણેને સાફ કરીને થોડું શેકી લો. આ ત્રણે વસ્તુ બળી ન જાય અને માત્ર રંગ બદલાય તેટલું જ શેકવાનું છે. આ પછી મિશ્રણને ઠંડું થવા મૂકી દો. ઠંડું થયા બાદ તેને વાટી લો. પેટના રોગો, આંખોની નબળાઈ, હાડકાની નબળાઈ, હ્રદય સંબંધિત રોગોથી પણ આ ચૂરણ છૂટકારો અપાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…