દુનિયાનું એક માત્ર મંદિર કે જ્યાં મસ્તક વિનાના બિરાજમાન છે ગણેશજી, જાણો અનેરો ઈતિહાસ 

168
Published on: 11:42 am, Thu, 1 September 22

ગણેશ ચતુર્થીનો પવન પર્વ ચાલી રહ્યો છે. તેથી દરેક લોકોમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ દરેક લોકો 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ખુબ જ ભાવ ભક્તિ પૂર્વક કરશે. ત્યારે ભારતના ગણેશ મંદિરોમાં વિધ્નહર્તાની કાયમી આરાધના કરવામાં આવે છે. કોઇ પણ શુભ પ્રસંગે સુંઢાળા ગણપતિને પહેલા યાદ કરવામાં આવે છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક મસ્તક વિનાના ગણેશ બિરાજમાન છે. આ દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે.

હવે આ ગણેશજી વિશે વાત કરીએ તો, પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્ચે યુધ્ધ થયું, ત્યારે શીવના ત્રિશુલથી ગણેશનો શિરચ્છેદ થયો હતો. ત્યાર પછી ધડ પર હાથીનું મસ્તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. મુંડ એટલે મસ્તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. તેથી અહીં ભગવાન ગણેશની મૂર્તિ મસ્તક વિનાની હોવાને કારણે આ મંદિરને સ્થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે.

લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્ધા ધરાવે છે. તેમજ આ સ્થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે. મસ્તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે.

આ સિવાય ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે. આ સ્થળ બદ્રીનાથથી 5 કિમી દૂર છે જેને વ્યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માઁણા ગામંની વ્યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. અહીં ગણેશજી અને વેદ વ્યાસના દર્શન કરવા આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…