સાવરકુંડલામાં મહેકી માનવતા- વૃદ્ધાએ પતિના નિધન બાદ મરણ મૂડીના 42 લાખ રૂપિયા ની:સ્વાર્થ ભાવે દાન કર્યા 

649
Published on: 2:56 pm, Thu, 24 February 22

કોરોનામાં લાગેલા લોકડાઉન દરમિયાન ધંધા ભાંગી પડતા કેટલાય લોકોને જમવાનું પણ મળતું ન હતું. આ દરમિયાન, સામાજીક સંસ્થાઓ અને દાનવીર લોકોએ આગળ આવીને લોકોની મદદ કરી હતી. ત્યારે આજે એક વૃદ્ધાએ પોતાની મરણમૂડી દાનમાં આપી હોવાનો પપ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. આ વૃદ્ધાએ સાવરકુંડલામાં લોકોને મફતમાં આરોગ્યની સારવાર આપતી હોસ્પિટલમાં પોતાની મરણમૂડીનું દાન આપી દીધુ હતું. મહત્વની વાત તો એ છે કે, આ વૃદ્ધા પાસે જેટલી પણ મિલકત છે તે તમામ મિલકત તેઓ અલગ-અલગ સ્થળો પર દાન કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ વૃદ્ધ મહિલાનું નામ લાભુબેન ઠુમ્મર છે અને તે સાવરકુંડલાના શિવાજી નગરમાં રહે છે. 12 વર્ષ પહેલા લાભુબેનના પતિનું નિધન થઇ ગયું હતું. તેમના લગ્ન જીવનમાં તેમને કોઈ સંતાન નથી. તેથી તેઓ વૃદ્ધાવસ્થામાં એકલા રહે છે. પતિના અવસાન બાદ લાભુબેનને તેમના સાસરિયાઓ દ્વારા તેમના હક મુજબ વારસામાં મળેલી જમીન આપી દેવામાં આવી હતી. લાભુબેનને કોઈ સંતાન ન હોવાથી તેમણે મૃત્યુ પહેલા પોતાની તમામ સંપત્તિ અલગ-અલગ જગ્યાએ દાન કરવાનો નિર્ણય કર્યો છે.

જાણવા મળ્યું છે કે, અગાઉ પણ લાભુબેને સ્વામિનારાયણ મંદિરમાં 51 લાખના ખર્ચે સુવર્ણ સિંહાસન બનાવ્યું હતું. અગાઉ આઠ લાખ રૂપિયાનો સોનાનો મુગટ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગૌશાળા માટે 1.25 લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, લાભુબેન ઠુમ્મરનું કુળદેવીનું મંદિર ચારોડિયા ગામમાં આવેલું છે અને તેમણે ત્યાં સાત લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

આટલી મોટી રકમ દાનમાં આપવા છતાં લાભુબેનને સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દાન કરવાનો વિચાર આવ્યો અને તેમણે હોસ્પિટલને 42 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. નોંધનીય છે કે, લાલુભાઈ શેઠ સ્વાસ્થ્ય મંદિરમાં દરેક વ્યક્તિની સારવાર મફતમાં કરવામાં આવે છે. ગયા અઠવાડિયે જ તેમણે હોસ્પિટલને 42 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

લાભુબેન દ્વારા જે દાન આપવામાં આવી રહ્યું છે તે અલગ-અલગ જગ્યાએ પોતાની મિલકત વેચીને કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, લાભુબેન પાસે કોઈ રોકડ કે ઘરેણાં નથી અને તેઓ મિલકત વેચ્યા બાદ જે પણ રકમ મળે છે તે દાનમાં આપી દે છે.

આ ઉપરાંત, લાભુબેનની બીજી ઈચ્છા છે કે તેઓ સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની સાથે કથા કરવા માંગે છે. તેમણે આ કાર્યક્રમ માટે 10 લાખ રૂપિયા અલગથી રાખી મુક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી બાજુ લાભુબેન તેમના મૃત્યુ પહેલા જીવતા જગતિયું કરીને મોટાપાયે જમણવાર કરવાનો વિચાર પણ કરી રહ્યા છે. લાભુબેને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી પાસે કંઈ નથી. કારણ કે, મારો ભત્રીજો કંઈ લેવા તૈયાર નથી અને તેથી હું મારી થોડી મરણમૂડી બેંકમાં રાખીને બીજી બધી પ્રોપર્ટીનું દાન કરું છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…