આગામી 48 કલાક રહેશે ભારે! કાળઝાળ ગરમી વચ્ચે ખુબ જ ભયંકર વાવાઝોડાની હવામાન વિભાગે કરી આગાહી

13494
Published on: 4:09 pm, Sat, 7 May 22

આ કાળઝાળ ગરમી વચ્ચે બંગાળની ખાડીમાંથી ચક્રવાતી તોફાન ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. આગામી 48 કલાક ફૂંકાશે પવન. બંગાળની ખાડી અને અંદમાન ઉપરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના મહાનિર્દેશકના જણાવ્યા અનુસાર આગામી 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેની ઝડપ 75 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે.

આ વાવાઝોડાંને કારણે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે
હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતી તોફાનના ખતરાને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ બંગાળની ખાડી પર નજર રાખી રહ્યું છે.

NDRFની ટીમો પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે
આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ પર પડી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અહીંયા ઓડિશા સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 3 મેના રોજ જ હવામાન વિભાગે માહિતી આપી હતી કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.

તેના પ્રભાવ હેઠળ, 6 મેની આસપાસના વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને આગામી 120 કલાક દરમિયાન મોટું ચક્રવાત થવાની સંભાવના છે. 4 મે માટે માછીમારોને આપેલી ચેતવણીમાં હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ભારે પવનની સંભાવના છે. આ પહેલા 2021માં ભારતમાં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…