પોતાના લગ્નનો દિવસ દરેક યુવક યુવતીઓ માટે ખુબ જ ખાસ હોય છે. કારણ કે, તે એ દિવસથી પોતાના દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે. પરંતુ, મધ્યપ્રદેશના રતલામથી એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં નવ દંપતીનો સાથ ફક્ત 12 દિવસનો જ હતો. લગ્નના 12 દિવસે જ પતિ પત્ની એક સાથે આ દુનિયાને અલ્વિદા કહીને ચાલ્યા ગયા હતા.
મળતી માહિતી મુજબ, રતલામના એક પરિવારમાં દીકરાના લગ્ન હતા. 12 દિવસ પહેલા જ પરિવારમાં દીકરા લગ્ન ધૂમધામથી પુરા કરવામાં આવ્યા હતા. લગ્ન પછી નવ દંપતીને યુવકની માતા રાજસ્થાન પૂજા કરવા માટે લઇ જવાની હતી. જેથી આખો પરિવાર વહેલી સવારે રતલામથી રાજસ્થાન પૂજા કરવા માટે જઈ રહ્યો હતો.
પરિવારના ત્રણ લોકો અને એક ડ્રાઈવર એમ કુલ 4 લોકો સવાર હતા. આ દરમિયાન, અચાનક ડ્રાઈવરને ઊંઘ આવી જતા તેની આંખો બંધ થઇ ગઈ હતી અને કાર ફૂલ ઝડપે ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. જેથી ઘટનાસ્થેળ જ નવદંપતી અને ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યું છે કે, યુવકની માતાને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે પરિવારને આ વાતની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નવ દંપતીએ 12 દિવસ પહેલા જ સાથે જીવન જીવવાની કસમો ખાધી હતી અને 12 દિવસમાં જ તે કસમો તેમને સાચી સાબિત કરી અને અકસ્માતમાં બંનેનું એકસાથે મૃત્યુ થયું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…