સરકારનો નવો નિર્ણય પશુપાલન કરતા લોકો ને મળશે લોન, જાણો કઈ રીતે

Published on: 10:09 am, Thu, 24 June 21

કિસાન ક્રેડિટ યોજનાની જેમ હવે સરકારે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે.જે યોજના પશુપાલન કરતા લોકો માટે લાભ દાયક છે.ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવમાં આવી છે.

કિસાન ક્રેડિટ યોજનાની જેમ હવે સરકારે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોને લોન આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ પશુ ની ખરીદી કરી શકે છે.

યોજના દ્વારા પશુપાલનને વેગ મળશે અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે. આ યોજનામાં ગાય-ભેંસ ઉપરાંત મત્સ્યપાલન, મરધા પાલન અને ઘેટા-બકરા પાલન માટે પણ લોન આપવામાં આવે છે.જેથી મોટાભાગના પાલતુ પશુ ઓનો સમાવેશ થાય છે.

પશુ કિસાનક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલક કે લોન લેનાર વ્યક્તિને 1.59 લાખ રૂપિયા સુધીની લોન ગેરન્ટી વગર મળશે. આ યોજનામાં 7 ટકાના વ્યાજ દર લોન આપવામાં આવશે. તેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર સબસીડી આપી રહી છે.

તમે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનવવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારી બેન્કમાં KYC જમા કરવું પડશે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો જમા કરવાનો રહેશે.અને તમારું કાર્ડ થોડાજ દિવસોમાં બની જશે.