રામ જન્મભૂમિ અયોધ્યામાં થયો ચમત્કાર- ખેડૂતે ઉગાડેલ રીંગણમાં થયા ‘રામ’ નામના દર્શન

Published on: 3:30 pm, Wed, 25 August 21

અવારનવાર સોસિયલ મીડિયા પર આશ્વર્યજનક સમાચાર તથા જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. અયોધ્યામાં આવેલ બીકાપુર તહસીલના બાજાર ગામમાં રહેતો ડો. રામ પ્રતાપના બગીચામાં રીંગણાનાં છોડમાં રામ નામ લખેલ રીંગણું લાગેલું છે.

રીંગણા પર રામ નામ લખેલું જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. બાગકામ કરનાર ડો. રામ પ્રતાપ સિંહને એક રીંગણુ તોડીને પોતાના પૂજા ઘરમાં રખાયું છે તેમજ તેની પૂજા-અર્ચના પણ શરુ કરી દેવામાં આવી છે. જ્યારે રીંગણાનો છોડ પણ ત્યાં લગાવવામાં આવ્યો છે.

રીંગણામાં રામના દર્શન કરવા લોકો ઉત્સુક:
હવે આને રામની ભક્તિ કહો કે પછી આડંબરની શિગૂફા. રીંગણામાં પણ રામના દર્શન મેળવવા લોકો ખુબ ઉત્સુક છે. સૂચના પ્રમાણે મેહર કબીરપુર નિવાસી રામ પ્રતાપ સિંહ છેલ્લાં 20 વર્ષથી જાના બજાર બીકાપુર માર્ગ પર રહે છે. તેનાં શાકભાજીના ક્યારામાં લાગેલ રીંગણાના છોડમાં આ ચમત્કાર જોવા મળ્યો હતો. રીંગણના ફળ રામ નામ જોઈને તેની પત્નીએ તોડીને પૂજાઘરમાં મૂકી દીધું હતું.

રીંગણાં અન્ય ફળોમાં પણ રામનું નામ જોવા મળ્યુ:
છોડમાં આવેલ બીજા ફળોમાં પણ રામનું નામ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જોત-જોતામાં આ વાત સમગ્ર વિસ્તારમાં કૌતુહલનો વિષય બની ગઈ હતી. લોકો રીંગણાની ક્યારી નજીક સંપૂર્ણ દિવસ વાતો કરતાં રહ્યા હતા. હવે આ ભક્તિનો પ્રતાપ છે કે પછી આડંબર આ તો લોકો જાણે રામની નગરીમાં તેનો પ્રતાપ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે.

રીંગણ પર રામ નામ લખેલું હોવું ચમત્કારથી કઈ ઓછુ નથી. શાકભાજીની ખેતી કરનાર રામ પ્રતાપ સિંહ ભગવાનની કૃપા જણાવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, તેનાં ઘર રીંગણાના ફળોમાં રામ નામ દેખાઈ રહ્યું છે કે, જો ચમત્કારથી ઓછું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…