એક સમયે જે પર્વત પર ચઢવું પણ અસંભવ હતું, ત્યાં કેવી રીતે નિર્માણ પામ્યું પાવાગઢ શક્તિપીઠ? જ્યાં સાક્ષાત બિરાજે છે માતાજી

152
Published on: 9:26 am, Wed, 20 October 21

એક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, પ્રાચીનકાળમાં હાલના પાવાગઢ તરીકે પ્રખ્યાત દુર્ગમ પર્વત પર ચઢવું ખુબ અસંભવ હતું. આનું એકમાત્ર કારણ એ છે કે, ચારેય તરફ ખીણથી ઘેરાયેલ હોવાને લીધે અહીં હવાનો પ્રવાહ પણ ખૂબ જ વધુ રહેલો હોય છે એટલે તેને પાવાગઢ તરીકે ઓળખવામાં આવે  છે. પાવાગઢ એટલે એક એવી જગ્યા કે, જ્યાં પવનનો વાસ હંમેશાં એકસમાન જ રહે છે.

મંદિરનું મહત્ત્વ:
દેવી પુરાણમાં જણાવ્યા મુજબ પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં શિવના અપમાનને સહન ન કરી શકયા હોવાથી માતા સતીએ યોગ બળ દ્વારા પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. સતીના મોતના વિયોગમાં શિવજી તેમના મૃત શરીરને લઇ તાંડવ નૃત્ય કરીને સંપૂર્ણ બ્રહ્માંડમાં ભટકી રહ્યાં હતાં.

આ સમયે સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ ચક્રથી સતીના મૃત શરીરના ટુકડે-ટુકડા કરી દીધાં હતા. આ સમયે માતા સતીના અંગ, વસ્ત્ર તથા આભૂષણ જ્યાં પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં છે. પાવાગઢ પર માતા સતીના જમણાં પગની આંગળી પડી હોવાનું મનાય છે. અહીં દક્ષિણ મુખી કાળી દેવીની મૂર્તિ સ્થાપિત છે કે, જેમની દક્ષિણ રીતિ એટલે તાંત્રિક પૂજા કરવામાં આવે છે.

મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ:
પાવાગઢનું ઐતિહાસિક મહત્ત્વ પણ રહેલું છે. આ મંદિર શ્રીરામના સમયનું છે. જેથી એને શત્રુંજય મંદિર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. એક માન્યતા મુજબ માતા કાળીની મૂર્તિ વિશ્વામિત્રએ જ સ્થાપિત કરી હતી. એક બીજી માન્યતા મુજબ ભગવાન રામ, તેમના દીકરા લવ તથા કુશ સિવાય અનેક બૌદ્ધ ભિક્ષુણોએ અહીં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

રોપ-વેની સુવિધા:
પાવાગઢના પહાડ નીચે ચંપાનેર નગરી આવેલી છે કે, જેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાન મંત્રીના નામથી વસાવ્યું હતું. પાવાગઢ પહાડની શરૂઆત પ્રાચીન ગુજરાતની રાજધાની ચંપાનેર સાથે થાય છે. અહીં 1,471 ફૂટની ઊંચાઈએ માટી હવેલી આવેલ છે. મંદિર સુધી જવા માટે માચી હવેલીથી રોપ-વેની સુવિધા રહેલી છે. અહીંથી પગપાળા મંદિર સુધી પહોંચવા માટે અંદાજે 250 દાદરા ચઢવા પડતા હોય છે.

કેવી રીતે પહોંચવું?
અહીંથી સૌથી પાસે અમદાવાદનું એરપોર્ટ આવેલુ છે કે, જેનું અંતર અહીંથી અંદાજે 190 કિલોમીટર તેમજ વડોદરાથી ફક્ત 50 કિલોમીટર છે. આની સાથે જ પાવાગઢ પહોંચવા માટે પાસેનું રેલવે સ્ટેશન વડોદરા છે કે, જે દિલ્હી તથા અમદાવાદ રેલ લાઇન સાથે જોડાયેલું છે. વડોદરા પહોંચ્યાં બાદ પાવાગઢ જવા માટે અનેક વાહનો મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…