વર્ષોથી સેકંડો રહસ્યોથી અકબંદ છે ભારતના આ મંદિરો- જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે!

130
Published on: 11:32 am, Wed, 25 August 21

સમગ્ર વિશ્વ કોઈને કોઈ રહસ્યોથી ભરેલ છે ત્યારે આવા રહસ્યો જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. કેટલાક રહસ્ય પરથી પડદો ઉઠતો હોય છે તો ત્યાં કેટલાક એવા પણ રહસ્ય હોય છે કે, જે રહસ્ય માત્ર રહસ્ય જ રહી જતું હોય છે. દેશમાં એવી કેટલીક જગ્યા છે કે, જે પોતાનામાં જ હંમેશાથી રહસ્યમય રહી છે.

જેમાંથી કેટલીક જગ્યાઓ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે. એવા કેટલાક મંદિર છે કે, જેની સાથે રહસ્ય જોડાયેલા છે. આ મંદિરોને લઈ કેટલીક અજીબો ગરીબ માન્યતાઓ જોડાયેલી છે. જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો. ભારતમાં એવા મંદિર છે કે, જેને લઈ માન્યતા રહેલી છે કે ત્યાં ભગવાનની મૂર્તિને પણ પરસેવો આવે છે. જાણીએ આવા મંદિરો વિશે…

મધ્યપ્રદેશનું માતા કાળી મંદિર: 
મધ્યપ્રદેશમાં આવેલ જબલપુરનું માતા કાળીના મંદિરને લઈ લોકોમાં એવી માન્યતા રહેલી છે કે, અહીં માતાની પ્રતિમાને પરસેવો આવે છે. માન્યતા પ્રમાણે માતાને ગરમી લાગવાને લીધે તેમને પરસેવો આવે છે. આની માટે મંદિરમાં હરહંમેશ AC ચાલુ રહે છે. આ મંદિરની ભવ્ય પ્રતિમા 600 વર્ષ જુની હોવાનું મનાય છે. જેને ગોંડવાના સામ્રાજ્ય વખતે સ્થાપિત કરવામાં આવી હતી. 

હિમાચલનું ભલેઈ મંદિર: 
હિમાચલ પ્રદેશનું ભલેઈ માતાના મંદિરમા પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. નવરાત્રિમાં અહીં ભક્તોની ખુબ ભીડ લાગે છે. આ મંદિરને લઈ લોકોમાં એક એવી માન્યતા રહેલી છે કે, અહીં દેવીની મુર્તિને પરસેવો આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, જે સમયે માતાને પરસેવો આવે છે તે સમય તે ત્યા હાજર ભક્તોની મનોકામના પુરી થઈ જાય છે. મંદિરમાં પૂજા કરનાર પુજારીનું આ વિશે માનવું છે કે, માતાની મુર્તી આ ગામમાં પ્રગટ થઈ હતી. ત્યારપછી આ મંદિરનું નિર્માણ થયું હતું. 

તમિલનાડુમાં આવેલ ભગવાન કાર્તિકેયનું મંદિર: 
તમિલનાડુનું ભગવાન કાર્તિકેયનાં મંદિરને લઈને પણ લોકોમાં કેટલીક માન્યતા રહેલી છે. લોકોનું માનવું છે કે, અહીં ભગવાનની પ્રતિમાને પરસેવો આવે છે. અહીં દર વર્ષે ઓક્ટોબર માસમાં એક પર્વનું આયોજન થાય છે. આ સમયે ત્યાં ભગવાન સુબ્રમણ્યની પથ્થરની મુર્તીથી પરસેવો ટપકે છે તેમજ તહેવાર પૂર્ણ થતા આપમેળે પરસેવો પણ ઓછો થવા લાગે છે.

આ પર્વને લઈ એવી માન્યતા રહેલી છે કે, આ સુરાપદમન નામના રાક્ષસ પર ભગવાન સબ્રમણ્યની વિજયના રૂપમાં ઉજવવામાં આવે છે. ભગવાનને આવતા પરસેવાને લઈ એવી લોક માન્યતા પ્રચલિત છે કે, આ પરસેવો રાક્ષસને મારવા માટેની રાહ જોઈ રહેલ ભગવાન સુબ્રમણ્યમના ક્રોધનું પ્રતીક છે. આ પરસેવાનું શ્રદ્ધાળુઓ પર છંટકાવ કરાય છે.