માં મોગલનો સાક્ષાત ચમત્કાર: વાંજયા દંપતીના ઘરે લગ્નના ૧૫ વર્ષ બાદ જુડવા દીકરા-દીકરી આપીને બતાવ્યો પરચો

75
Published on: 6:37 pm, Sat, 24 September 22

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી કરતા નથી. માં મોગલના પરચાથી લાખો લોકોના દુઃખ દૂર થાય છે. માં મોગલ તો ભાવના ભૂખ્યા છે. માં મોગલે પોતાના ભકતોના એવા કામો પણ પાર પાડ્યા છે જે પુરા થવા અશક્ય લગતા હોય. આજે અમે તમને માં મોગલના એક એવા જ ચમત્કાર વિષે જણાવીશું.

એક દંપતીના લગ્નના 15 વર્ષ વીતી ગયા હતા પરંતુ તેમને બાળકો નહતા. દંપતીના જીવનમાં બધી જ સુખ સુવિધા હતા પણ તેમને સંતાન સુખ ન હતું. તેમણે સંતાનપ્રાપ્તિ માટે ઘણી દવાઓ કરી હતી અને ઘણી જગ્યાએ ફરી ચુક્યા હતા પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું. ત્યારે તેમને આખરે માં મોગલના પરચા વિષે જાણ થઇ હતી.

તો દંપતીએ આખરે માં મોગલ પર વિશ્વાસ રાખીને માનતા માની તો જે દંપતી સંતાન માટે છેલ્લા ૧૫ વર્ષથી રાહ જોઈ રહ્યું હતું. તેમની માનતા ફક્ત ૧૧ મહિનામાં જ પુરી કરી તેમના ઘરે એક નહિ પણ જુડવા દીકરો અને દીકરીનો જન્મ થયો હતો.

પરિવારમાં એક સાથે દીકરા દીકરીનો જન્મ થતા પરિવારમાં આનંદનો માહોલ છવાયો હતો. દંપતી રાજીના રેડ થઇ ગયું હતું. આ ઉપરાંત, આખા ગામના લોકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા. દંપતી પોતાના દીકરા દીકરીને લઈને માં મોગલનું ધામ કાબરાઉ પહોંચ્યા અને ત્યાં જઈને માતાજી આશીર્વાદ લીધા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…