દીકરાનો જીવ બચાવવા માતાએ વેચી નાખ્યા બધા ઘરેણા, આજે પણ દિનરાત સંઘર્ષ કરીને ચલાવે છે પરિવાર

317
Published on: 6:17 pm, Fri, 17 December 21

સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતા કંઈપણ કરી શકે છે. દરેક માતા-પિતાને તેના સંતાનોની ચિંતા હોય છે, અને ઇચ્છા સેવે છે કે તેમનો દીકરો ભવિષ્યમાં ખૂબ સફળ થાય અને સારામાં સારી જિંદગી જીવે. પરંતુ આવા સમય વચ્ચે પણ ઘણા માતાપિતા પોતાના સંતાનો માટે સંઘર્ષ કરે છે. હાલ આવા જ એક માતાની વાત અહીંયા થવાની છે, કે જેઓએ દીકરા માટે તેનું બધું જ ગુમાવી દીધું હતું અને આજે પણ દિનરાત મહેનત કરી રહ્યા છે.

હરિદ્વારના રહેવાસી લક્ષ્મીબા અપંગ હોવા છતાં પણ આજે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. લક્ષ્મીબેનના પતિ હરિદ્વારમાં ફાસ્ટ ફૂડની દુકાન ચલાવતા હતા. પરંતુ એક દિવસ દીકરાનો અકસ્માત થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, અને સારવાર માટે આઠ લાખ રૂપિયાની જરૂર હતી. પિતા પાસે એટલા રૂપિયા નહોતા કે દીકરાની સારવાર કરાવી શકે. પરંતુ માતાએ પોતાના દરેક ઘરેણા વેચી નાખ્યા હતા, અને દીકરાને નવજીવન આપ્યું હતું.

દીકરો સાજો તો થઈ ગયો, પરંતુ પરિવારમાં ખૂબ જ આર્થિક તંગી સર્જાઇ ગઈ હતી. લક્ષ્મીબેનના સમાજમાં કોઈ મહિલા ઘરની બહાર નીકળીને કામ નહોતી કરતી, પરંતુ પરિવારનું ભરણપોષણ કરવા લક્ષ્મીબેને કામ કરવાનું શરૂ કર્યું હતું. મુસીબતોનો પહાડ તૂટ્યો હતો ને, ઉપરથી લક્ષ્મીબેનના પતિનું મૃત્યુ થઈ થાય છે.

પતિના મૃત્યુ પછી, પરિવારની બધી જ જવાબદારી લક્ષ્મીબેનના ખંભે આવી ગઈ હતી. પોતે સામાન બનાવતા અને દીકરાને ઘરે-ઘરે વેચવા મોકલતા હતા. અને તે વચ્ચે અચાનક દીકરાની તબિયત ફરીવાર બગડી હતી અને ધંધો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ લક્ષ્મીબેન નક્કી કર્યું કે, હવે પોતે જ ફાસ્ટફૂડની લારી ચલાવશે.

લક્ષ્મીબેનની દિનરાત કરેલી મહેનત અને પરિશ્રમથી થોડા સમય પછી સારી કમાણી થવા લાગી અને ધીરે ધીરે બગડેલી પરિસ્થિતિ સુધરવા લાગી. આજે લક્ષ્મીબેન એકલા હાથે આખો પરિવાર ચલાવે છે. અપંગ હોવા છતાં લક્ષ્મીબેને હિંમત ન હારી સતત પરિશ્રમ કરતા રહ્યા, છેવટે ભગવાનની કૃપાથી બધું સરખું થઈ ગયું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…