
નાના-મોટા બાળકોના મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ આ વખતે તો જાણે હદ થઈ ગઈ ભારતની માતાઓ માટે શરમજનક કહેવાય તેવો એક મૃત્યુ નો કિસ્સો સામે આવ્યો છે.
દિલ્હીના મહિન્દ્રા પાર્ક વિસ્તારમાં આ હદય ધ્રુજાવનાર ઘટના બની છે.અહીં રહેતી એક માતા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે તેના બે વર્ષના બાળકને ઝેર આપીને મારી નાખ્યો હતો. આ આરોપ કોઈ બહારના વ્યક્તિએ નહીં પણ મહિલાના સાસરીયા પક્ષ એ લગાવ્યો છે.
એક અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યુ છે કે આ મહિલા આંગણવાડીમાં નોકરી કરે છે.તેના બાળકના જન્મથી આ મહિલાને નોકરીમાં સમસ્યા ઊભી થતી આવી તુચ્છ સમસ્યાને કારણે એ મહિલાએ બાળકને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસનું કહેવું છે કે આ માતા વારંવાર તેના નિવેદન બદલી રહી છે. બાળકના મરી જવાના આઘાતથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.
પરિવારના સભ્યો એ જણાવ્યું કે બાળકનું નામ દર્શન હતું.એક દિવસ વહેલી સવારે પરિવારના સભ્યોએ તેને રમવા માટે બોલાવ્યો, ત્યારે બાળકની માતાએ કહ્યું કે તે સૂઈ ગયો છે. ઘણા સમય પછી પણ જ્યારે દર્શન ઉઠ્યો નહી તો પરિવારના સભ્યો ને શંકા ગઈ હતી અને તેઓ જાતે જ તેને જગાડવા રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું કે બાળક બેભાન અવસ્થામાં છે. ત્યારબાદ તેણે જોયું તો બાળકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા.
ત્યારબાદ પરિવારના સભ્યો તેના પર આરોપ લગાવ્યો હતો કે તેની માતાએ જ તેના બાળકન ની હત્યા કરી છે. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને પૂછપરછ ચાલુ કરી દીધી હતી. અત્યારે બાળકની બોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે