કોરોનામાં ઘરના મોભીએ જીવ ગુમાવ્યો- અત્યારે જુઓ પરિવાર કેવી પરીસ્થિતિમાં જીવી રહ્યો છે! ત્રણ સંતાનોની માતાએ રડતા-રડતા કહ્યું…

202
Published on: 7:16 pm, Tue, 5 October 21

તમામ માતા-પિતા પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરતા હોય છે પરંતુ કેટલીકવાર આ મોટી મહેનત કર્યા બાદ પણ કેટકેટલીય તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવા જ એક પરિવારની કહાની સામે આવી છે કે, જેને જાણીને તમે ભાવુક થઈ જશો.

જેમને એક સમયએ ખાવામાં પણ ફાંફા પડતા હોય છે. એવા અમુક પરિવાર વિષે તમામ લોકો જ જાણતા હશે તેમજ તેમનું જીવન ખુબ જ સંઘર્ષથી ભરેલું હોય છે. આજે આપણે આ પરિવાર અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમાં માતા, દીકરો તેમજ બે દીકરી જ રહે છે.

આ બહેનનું નામ અસ્મિતાબેન છે કે, જેઓ ભાડાના મકાનમાં રહે છે. અસ્મિતાબેનના પતિને કોરોના થતા તેમાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું કે, જેથી તેમની માથે આજે પરિવારની તમામ જવાબદારીઓ આવી ગઈ છે તેમજ તેઓએ આ જવાબદારી ઉપાડી લીધી છે.

આ મહિલા પહેલા સો લોકોના ટિફિન બનાવતા હતા. કોરોના આવ્યા બાદ તેમજ તેમના પતિનું મોત થયા બાદ તેમનું આ કામ બંધ થઇ ગયું હતું તેમજ તેઓએ સ્ટોન લગાડવાનું કામ શરુ કરી દીધુ હતું, બાદ હાલમાં ચાલતી મંદીને કારણે તેમની પાસે કઈ કામ જ રહ્યું નથી.

હાલમાં સાડીઓને માં-દીકરો સ્ટોન લગાવી રહ્યા છે તેમજ તેમાંથી તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ માતા તેમના બાળકોને ભણાવવા માટે સખત મહેનત કરી રહી છે તેમજ આ ચારેય લોકો પરિવારના મોભી ન હોવાને લીધે દરરોજ તેમને યાદ કરીને રડી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…